રાહુલ ગાંધીને શરમ આવવી જોઈએઃ નિર્મલા સીતારામન

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને મુંબઈમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીને ચીન મુદ્દે ભારત સરકાર પર ટોણો મારતાં શરમ આવવી જોઈએ. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ચીની એમ્સેડર પાસેથી સલાહ મળી હશે.

તેમણે કહ્યું હતું કે તેઓ આ મુદ્દે વિદેશપ્રધાન એસ. જયશંકરથી વાત નથી સાંભળતા. જ્યારે પણ ગાંધી આ મુદ્દે સંસદમાં બોલે છે, ત્યારે કોંગ્રેસના નેતા બહાર ચાલ્યા જાય છે અથવા વિદેશપ્રધાનના ભાષણમાં અંતરાય માટે ઊંચા અવાજમાં બોલે છે. તેમણે આ વાતો મોદી સરકારના નવ વર્ષ પૂરાં થવા પરના એક કાર્યક્રમમાં કહી હતી.

મોદી સરકારના નાણાપ્રધાને કહ્યું હતું કે તેમને 56 ઇંચનો ટોણો મારતાં શરમ આવવી જોઈએ.  ખાસ કરીને ત્યારે જ્યારે કોઈને માલૂમ નથી કે તેમણે ચીન સાથે શી સમજૂતી કરી હતી. તમે કે હું કે અન્ય કોઈ નથી જાણતા કે એ સમજૂતમાં શું છે. તેઓ ચીનીઓની સાથે સમજૂતી કર્યાની માહિતી એક સામે નથી મૂકતા, એમ તેમણે કહ્યું હતું.

કોંગ્રેસના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચીનથી સંબંધોમાં સાવચેતી રાખવાને મુદ્દે વડા પ્રધાન મોદીની ટીકા કરી હતી, જેના જવાબમાં વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે હું ચીનને લઈને ગાંધીથી સબક શીખવા તૈયાર થઈ જાત, પરંતુ મને માલૂમ છે તેઓ ચીનને લઈને ચીનના એમ્બેસેડર પાસેથી સબક શીખી રહ્યા છે.