ચંડીગઢઃ કોરોના વાઇરસથી લડી રહેલા કોરોના યુદ્ધવીરોની સાથે એકજૂટતા બતાવવા માટે પંજાબના કેપ્ટન અમરિન્દર સિંહ સરકારની માગને સમર્થન કરવા માટે પંજાબ કોંગ્રેસે વડા પ્રધાન મોદીના ‘થાળી વગાડો’ કાર્યક્રમની જેમ 20 એપ્રિલે સાંજે છ કલાકે ‘જયઘોષ દિવસ’ મનાવવાનું એલાન કર્યું છે. પંજાબ કોંગ્રેસે લોકોને અપીલ કરી છે કે પંજાબ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સુનીલ જાખડે પત્રમાં કહ્યું છે કે અમે કેપ્ટન અમરિન્દર સિંહની આગેવાનીમાં કોરોનાની સામે જંગ લડાઈ રહ્યા છે અને કોરોના વાઇરસના પ્રભાવને કાબૂમાં કરવામાં સફળ પણ રહ્યા છે.
પંજાબની રાહત પેકેજની અપીલ
તેમણે લખ્યું હતું કે મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે કોરોના સંકટથી લડવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી રાજ્ય માટે રાહત પેકેજ આપવાની અપીલ કરી હતી, જેથી આર્થિક સંકટથી બચી શકે. એટલા માટે તમને બધાને આગ્રહ કરું છું કે મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહની માગને કેન્દ્ર સરકારની સામે બુલંદ કરો અને પોલીસ કર્મચારીઓ, ડોક્ટરો અને અન્ય કર્મચારીઓની સાથે એકજૂટતા બતાવવા માટે 20 એપ્રિલે સાંજે છ વાગ્યે ઘરની અંદર રહીને ‘જો બોલે સો નિહાલ’ અને ‘હર-હર મહાદેવ’ના સૂત્રોચ્ચાર કરવામાં આવે.
દેશમાં કોરોના કેસમાં સતત વધારો
પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દ્ર સિંહે પહેલાં પણ રાહત પેકેજની માગ કરી ચૂક્યા છે. દેશમાં કોરોના વાઇરસના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 14,378 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 991 નવા કેસ નોંધાયા છે અને 43 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી 480 લોકોનાં મોત થયાં છે.
