રેમડેસિવીરનું માસિક ઉત્પાદન વધીને 1.05-કરોડ: મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો અને રેમડેસિવીર ઈન્જેક્શનની માગ, એમ બંને વધી ગયા છે ત્યારે કેન્દ્રના રસાયણ અને ખાતર ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન મનસુખ માંડવિયાએ આજે કહ્યું કે રેમડેસિવીર ઈન્જેક્શનનું માસિક ઉત્પાદન વધારીને 1.05 કરોડ વાયલ્સ (શીશી) કરવામાં આવ્યું છે.

માંડવિયાએ કહ્યું કે, દેશમાં રેમડેસિવીરનું ઉત્પાદન ઝડપથી વધારવામાં આવી રહ્યું છે. અમુક મહિના પહેલાં ભારતમાં દર મહિને 38 લાખ રેમડેસિવીર ઈન્જેક્શનનું ઉત્પાદન થતું હતું, જે આંકડો હવે 1.05 કરોડ પર પહોંચી ગયો છે. સરકાર ટૂંક સમયમાં જ આ ઈન્જેક્શનની વધી રહેલી માગને પહોંચી વળશે.