અહીં શાખાનું શું કામ છે? પ્રિયંકા ગાંધીએ સંઘને બનાવ્યું નિશાન

નવી દિલ્હી: બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) એ મિર્ઝાપુર જિલ્લામાં સ્થિત એક રમતના મેદાન પરથી આરએસએસનો ધ્વજ હટાવી દીધો જેને લઈને એક અધિકારીને તેમનું પદ છોડવા માટે મજબૂર કરી દેવામાં આવ્યા. આ ઘટનાને લઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને આરએસએસ પર નિશાન તાક્યું છે.

પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, માલવીયજીના આંગણામાં શાખાનું શું કામ છે? બધા કાયદાઓ તોડવા આરએસએસનું કામ છે. મહત્વનું છે પ્રિયંકા ગાંધી ટ્વિટર પર અવાર નવાર વિરોધીઓ પર પ્રહાર કરતા જોવા મળે છે. કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ આ મામલે રાજ્યની યોગી સરકાર પર નિશાન સાધ્યું છે.

આરએસએસનો ધ્વજ હટાવવા પર મિર્ઝાપુરમાં બીએચયુના રાજીવ ગાંધી સાઉથ કેમ્પસમાં ડેપ્યૂટી ચીફ પ્રોક્ટર કિરણ દામલે પર ધાર્મિક વિશ્વાસોનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ જ બીએચયુના 15 વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી હતી ત્યારથી મામલો ગરમાયો છે. વિદ્યાર્થીઓના બે જૂથો દ્વારા પત્થરબાજી બાદ કેમ્પસમાં પહોંચેલી પોલીસે એક્શન લેતા ફરીથી વિદ્યાર્થીઓમાં ગુસ્સે ભડકી ઉઠ્યો. મોડી રાત સુધી યૂનિવર્સિટીના ગેટ પર વિદ્યાર્થીઓએ પોલીસ વિરુદ્દ નારેબાજી કરી હતી.