‘કોલેજન જખમ ડ્રેસિંગ’થી પ્રેશર ઈન્જરી જલદી મટે છે

દર વર્ષે નવેમ્બરનો મહિનો ‘પ્રેશર ઈન્જરી અવેરનેસ’ તરીકે ઉજવવામાં આવે છે. એમાંય 17 નવેમ્બરના દિવસને ‘સ્ટોપ પ્રેશર અલ્સર ડે’ તરીકે માન્યતા આપવામાં આવી છે. પ્રેશર ઈન્જરી એટલે ચામડી પર કે શરીરના અંદરના કોષોમાં ભાઠું પડી જવું કે જખમ કે ઘા થવું તે. આંતરડામાં થતા અલ્સરને પણ પ્રેશર ઈન્જરી કહેવામાં આવે છે. ઘા પર ગોઝ (જાડીદાર કાપડનો પાટો) બાંધવાને બદલે કોલેજન વૂન્ડ ડ્રેસિંગનો ઉપયોગ કરવામાં આવે તો પ્રેશર ઈન્જરીવાળા ઘા ઝડપથી રુઝાઈ શકે છે.

પ્રેશર ઈન્જરીની સમસ્યા સામે દુનિયાભરની હોસ્પિટલો અને ક્લિનિકો ઝઝૂમી રહ્યા છે. આ તકલીફ દર્દીનાં જીવનને માઠી અસર પહોંચાડે છે તો કોઈક દર્દીનો જીવ પણ લે છે. પ્રેશર ઈન્જરીની સમસ્યાને કારણે મૃત્યુદર વધી રહ્યો છે. તે ઉપરાંત તે મટાડવા પાછળ દર્દીઓને તેમજ હેલ્થ કેર કેન્દ્રોને ઘણો ખર્ચ ભોગવવો પડે છે.

પ્રેશર ઈન્જરી પથારીવશ લોકોને અથવા લાંબો વખત સુધી ખુરશી કે વ્હીલચેર પર બેસી રહેતા લોકોને થાય છે. કોષો પર  ગંભીર દબાણ આવવાને કારણે આ તકલીફ થતી હોય છે.

આ પ્રેશર ઈન્જરીને કારણે હાડકાને નુકસાન થાય છે. કેટલીક વાર ચોથા તબક્કા સુધીનું નુકસાન થાય છે.

હ્યુમન બાયોસાયન્સીસના સ્થાપક ડો. મનોજ જૈનનું કહેવું છે કે, ‘અમારો ઉદ્દેશ્ય લોકોને કોલેજન ટીએમ ટેક્નોલોજી પ્રાપ્ત કરાવવાનો છે. જખમ કે ઘાને મટાડવા માટે સુરક્ષિત અને સાદી-સરળ ટેક્નોલોજી પ્રાપ્ત કરાવવા માટે અમે અમારા પ્રોડક્ટ્સને એફડીએ દ્વારા માન્યતા પ્રાપ્ત કરાવવા પ્રયત્નશીલ રહીએ છીએ.’

અમેરિકામાં પ્રેશર ઈન્જરી દર વર્ષે આશરે 10-30 લાખ લોકોને સહન કરવું પડે છે.

જે દર્દીઓને હૃદયની બીમારી હોય, ફ્રેક્ચરને કારણે હલનચલન ઓછું થઈ ગયું હોય, ડાયાબિટીસની તકલીફ હોય એમને પ્રેશર ઈન્જરીની સમસ્યા થવાની સંભાવના વધારે રહે છે. મોટા ભાગના પથારીવશ દર્દીઓને કમરની નીચેના ભાગના હાડકામાં અથવા પગની એડીમાં થવાનો સંભવ વધારે છે. અથવા શરીરના જે કોઈ ભાગમાં કોષ સંકુચિત થઈ ગયા હોય ત્યાં પણ આ તકલીફ થઈ શકે છે.