કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસ પર રાષ્ટ્રપતિએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?

થોડા સમય પહેલા કોલકાતામાં બનેલી દુર્ઘટના કોલકાતા સહિત દેશના કંપાવી દીધી છે. જે બાદ આજે કોલકાતામાં આર.જી.કર મેડિકલ હોસ્પિટલમાં 31 વર્ષીય મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ મોટું નિવેદન આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલી એવી ઘટના છે કે જેના પર રાષ્ટ્ર પતિએ નિવેદન આપ્યું હોય. તેમણે કહ્યું કે બસ હવે બહુ થયું. હું આ સમગ્ર ઘટનાથી નિરાશ અને ભયભીત છું.રાષ્ટ્રપતિ મૂર્મુએ કહ્યું કે ‘દીકરીઓ વિરુદ્ધ આવા નૃશંસ અપરાધ મંજૂર નથી.

વધતા અપરાધો પર તેમણે કહ્યું કે ‘કોઈપણ સભ્ય સમાજ દીકરીઓ અને બહેનો સાથે આ પ્રકારના અત્યાચારને સહન નહીં કરી શકે. ઘટના અંગે કોલકાતામાં વિદ્યાર્થીઓ, ડૉક્ટર અને નાગરિકો દેખાવ કરી રહ્યા હતા. જોકે અપરાધી બીજે ક્યાંક ફરી રહ્યા હતા. હવે બસ બહુ થયું. સમાજને ઈમાનદાર થવા અને આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.’ વધુમાં તેમણે કહ્યું કે, ‘મહિલાઓ સામેના ગુનાઓના મામલાને ગંભીરતાથી લેવો જોઈએ. આ પ્રકારની ઘટના પછી ઘટનાને ભૂલતા રહેવું યોગ્ય નથી. નિર્ભયા કેસના 12 વર્ષમાં બળાત્કારની અસંખ્ય ઘટનાઓને સમાજ ભૂલી ગયો છે. આ સામૂહિક રુપે ભૂલવાની બીમારી યોગ્ય નથી. જે સમાજ ઈતિહાસનો સામનો કરવામાં ડરતા હોય છે તેઓ સામૂહિક સ્મૃતિ ભ્રંશનો આશરો લે છે. હવે ભારતે ઈતિહાસનો સામનો કરવાનો સમય આવી ગયો છે.’ ઉલ્લેખનીય છે કે કોલકાતામાં બળાત્કાર અને હત્યા સામે દેશભરમાં લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. કોલકાતામાં મંગળવારે મોટું પ્રદર્શન થયું હતું. આ સિવાય ભાજપે આજે બંગાળ બંધનું આયોજન કર્યું છે.