રેપ પીડિતાને ધમકાવનારા SP નેતાઓ પર બુલડોઝરની તૈયારી

લખનૌઃ અયોધ્યામાં સગીરની સાથે બળાત્કારના મામલામાં મુખ્ય આરોપી SP નેતા મોઇદ ખાન પર હવે બુલડોઝર એક્શનની તૈયારીમાં છે સરકાર. ખાન પર બેકરી સહિત કેટલીય સંપત્તો પર એક્શન થઈ શકે છે. રેવેન્યુ વિભાગે આરોપીની સંપત્તિની ઓળખ કરી હતી અને આજે ફરીથી ટીમ ત્યાં પહોંચશે.

મોઇદ ખાન પર તળાવ અને કબ્રસ્તાનની સાથે અનેક સરકારી જમીનો પર ગેરકાયદે કબજો કરવાનો આરોપ છે. તેની બેકરીમાં બની રહેલા માલસામાનનાં સેમ્પલ પણ લેવામાં આવ્યાં હતાં અને બેકરી સીલ કરી દેવામાં આવી હતી. ફૂડ કમિશનર માણિકચંદ સિંહે કાર્યવાહી કરતાં કહ્યું હતું કે બેકરીનું લાઇસન્સ રદ થશે. જ્યારે બળાત્કાર મામલામાં તેણે સમાધાન નહીં કરવા પર મારવાની ધમકી આપી હતી. પીડિતાને એ ધમકી હોસ્પિટલમાં આપવામાં આવી હતી. પરિવારજનોએ સમાધાન નહીં કરવા પર SP નેતા અને નગર પંચાયત ભદરસાના ચેરમેન મોહમ્મદ રાશિદ, SP નેતા જય સિંહ રાણા અને અન્ય એક વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.

શું છે કેસ?

ગેન્ગરેપની આ ઘટના અયોધ્યાના કલંદર ક્ષેત્રની છે, જ્યાં એક સગીર સાથે દુષ્કર્મ કર્યા પછી આરોપીઓએ તેમનો અશ્લીલ વિડિયો બનાવી લીધો હતો અને લાંબા સમય સુધી વારંવાર રેપ કરતા રહ્યા હતા. આ મામલાનો ખુલાસો ત્યારે થયો, જ્યારે પીડિતાને બે મહિનાની ગર્ભવતી થઈ ગઈ. મોઇદ ખાન અને તેના મિત્ર રાજુએ બળાત્કાર કરીને સગીર કિશોરીનો વિડિયો બનાવી લીધો હતો અને એને બ્લેકમેઇલ કરતા હતા.