નવી દિલ્હીઃ બિહારના રાજકારણનો પારો ગરમ છે. RJD સાથે ચાલી રહેલા ટેન્શનની વચ્ચે નીતીશકુમાર ફરી એક વાર રાજ્યમાં નવી સરકારની કવાયત કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર નીતીશકુમાર NDAની સાથે સરકાર બનાવે એવી શક્યતા છે. તેઓ 28 જાન્યુઆરીએ નવમી વાર મુખ્ય મંત્રી પદના શપથ લેશે. તેમની સાથે ભાજપના બે ડેપ્યુટી મુખ્ય પ્રધાન બનશે, જેમાં તેમની સાથે સુશીલ મોદી ડેપ્યુટી CM બનાવવામાં આવે એવી શક્યતા છે. હાલના સમયે વિધાનસભા બંઘ નહીં કરવામાં આવે અને ચૂંટણી નહીં થાય. આમે બિહારમાં આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે.
JDUએ પાર્ટીના બધા વિધાનસભ્યોને તરત પટના આવવાના નિર્દેશ આપ્યા છે. JDUએ પાર્ટીના બધા કાર્યક્રમો પણ રદ કરી દીધા છે.ભાજપના તમામ નેતાઓ દિલ્હી હાઇ કમાન્ડની સાથે બેઠકો યોઝી રહ્યા છે. NDAના સહયોગી પક્ષો સાથે વાતચીત પણ થઈ રહી છે. સુશીલ મોદી રાજ્યસભા સાંસદ છે. તેઓ 15 જુલાઈ, 2017થી 15 નવેમ્બર,2020 સુધી બિહારમાં ડેપ્યુટી CM રહ્યા છે. ત્યારે નીતીશકુમાર CM હતા.
સુશીલ મોદીએ નિવેદન કર્યું હતું કે જરૂર પડ્યે દરવાજા ખૂલી શકે છે. કંઈ કહી નહીં શકાય, કંઈ પણ થઈ શકે છે અને નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ લેશે. તેમના નિવેદન સંકેત આપી રહ્યા છે કે બિહારમાં ફરી એક વાર JDU-RJD સરકાર પડી શકે છે, પણ મુખ્ય મંત્રી નીતીશકુમાર મુખ્ય મંત્રી હશે. અટકળો ચાલી રહી છે કે નીતીશકુમાર ભાજપ સાથે મળીને ફરીથી સરકાર બનાવી શકે છે.