કર્તવ્ય પથ પર નારીશક્તિ અને શૌર્યનું પ્રદર્શન

નવી દિલ્હીઃ દેશના 75મા પ્રજાસત્તાકદિને કર્તવ્ય પથ પર સૌપ્રથમ વાર શંખ અને ઢોગ-નગારાની સાથે પરેડ થઈ હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય પથ પર 75મા ગણતંત્ર દિવસના સમારોહમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો. એ દરમ્યાન 21 તોપોની સલામી પણ આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રો પારંપરિક બગ્ગીમાં સવાર થઈને કર્તવ્ય પથ પર પહોંચી હતી. આ પહેલાં વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રીય સમર સ્મારક જઈને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પરેડમાં ફ્રાંસની 95 જવાનોની માર્ચિંગ ટીમ અને 33 સભ્યોના બેન્ડનું દળ પણ ભાગ લીધો હતો. આયોજન સ્થળે 77,000 લોકો પહોંચવાના છે. પરેડ આશરે 90 મિનિટ સુધી ચાલશે.

ભારતમહિલા સશક્તીકરણના ભવ્ય પ્રદર્શનની સાથે 75મા પ્રજાસત્તાકદિનને ઊજવવામાં આવી રહ્યો છે. મહિલા અગ્નિવીરોએ કર્તવ્ય પથ પર જોશભેર બરેડમાં ભાગ લીધો હતો. નારી શક્તિના હાથમાં ભારતનું શક્તિશાળી શસ્ત્ર પ્રથમ વખત કર્તવ્ય પથ પર તમામ ટુકડીઓ મહિલાઓની બનેલી છે, જેનું નેતૃત્વ લશ્કરી પોલીસની કેપ્ટન સંધ્યા કરી રહી છે.

ત્રણ વધારાના અધિકારીઓ કેપ્ટન શરણ્યા રાવ, સબ લેફ્ટિનન્ટ અંશુ યાદવ અને ફ્લાઇટ લેફ્ટિનન્ટ સૃષ્ટિ રાવ છે. મહિલા આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીઝ ટીમનું નેતૃત્વ મેજર સૃષ્ટિ ખુલ્લર કરે છે અને તેમાં આર્મી ડેન્ટલ કોરમાં કેપ્ટન અંબા સામંત, ભારતીય નૌકાદળના સર્જન લેફ્ટિનન્ટ કંચના અને ભારતીય વાયુસેનાના ફ્લાઇટ લેફ્ટનન્ટ દિવ્યા પ્રિયાનો સમાવેશ થાય છે.