નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો હાલ ખૂબ જ વધી ગયો હોવાથી ભારત સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પોર્ટુગલ અને ફ્રાન્સની મુલાકાતને રદ કરી દીધી છે, એમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
પીએમ મોદી 8 મેએ નિર્ધારિત 16મા ઈન્ડિયા-યૂરોપીયન યૂનિયન શિખર સંમેલનમાં હાજરી આપવા પોર્ટુગલ જવાના હતા. ત્યાંથી તેઓ ફ્રાન્સની દ્વિપક્ષીય મુલાકાતે પણ જવાના હતા. પરંતુ હાલ ભારતમાં કોરોનાની બીજી લહેરમાં દરરોજ લાખની સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે, દેશમાં પરિસ્થિતિ ગંભીર છે તેથી સરકારે મોદીના પ્રવાસને રદ કર્યો છે.