પર્યાવરણ મામલે PM મોદી વિશ્વના નેતાઃ ઇઝરાયલના રાજકારણી

મુંબઈઃ ઇઝરાયેલના ડિપ્લોમેટ કોબી શોશાનીએ મુંબઈ સમુદ્રકિનારે ‘સ્વચ્છતા જ સેવા’ ઝુંબેશ હેઠળ સફાઈ ઝુંબેશમાં ભાગ લીધો હતો. તેમણે આ પહેલ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. તેમણે પર્યાવરણના મહત્ત્વ પર ભાર લીધો હતો. તેમણે આ કાર્યની પ્રશંસા કરી હતી અને વડા પ્રધાન મોદીની સ્વચ્છતાની અપીલ કરતાં લોકોને બહાર આવવા આહવાન કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે હું એક બહુ નાના દેશ ઇઝરાયલથી આવું છું. અમે જમીનથી નથી જોડાયેલા, પણ અમે સમુદ્રથી જોડાયેલા છે. પર્યાવરણ માત્ર ભારતનો એક મુદ્દો નથી, પણ આ એક વૈશ્વિક મુદ્દો છે. વડા પ્રધાન મોદીએ બહુ સારું કામ કર્યું છે. તેઓ જેકાંઈ કહે છે એનો લોકો અમલ કરે છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી પર્યાવરણનો સવાલ છે –ભારતના વડા પ્રધાન મોદી વિશ્વના નેતા છે. આ સપ્તાહે સમુદ્ર તટોને સાફ કરવા એ મારો ચોથો કે પાંચમો દિવસ છે. આ બહુ મહત્ત્વનું છે.

પર્યાવરણને મામલે વડા પ્રધાન મોદી અગ્રણી નેતા. તેમના માટે આ મુદ્દા વ્યક્તિગત મુદ્દો છે. તમે જુઓ – પેલા લોકો તેમની વિનંતીને અનુસરે છે અને એ બહુ જરૂરી છે, એમ તેમણે કહ્યું હતું.

શોશાનીએ સફાઈ ઝુંબેશમાં સક્રિય રીતે ભાગ લીધો હો અને ઝાડુથી સમુદ્રકિનારાની સફાઈ કરી હતી.  મહાત્મા ગાંધીની જન્મજયંતીની પૂર્વસંધ્યાએ રવિવારે દેશમાં સ્વચ્છતા ઝુંબેશ સ્વચ્છતા જ ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.