PM મોદીએ શીખો, શીખ ધર્મ માટે ઘણુંબધું કર્યું છેઃ ખાલિસ્તાની સમર્થક

નવી દિલ્હીઃ દલ ખાલસાના સંસ્થાપક અને ખાલિસ્તાની સમર્થકના ભૂતપૂર્વ નેતા જસવંત સિંહ ઠેકેદારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રશંસા કરી છે. તેમનું માનવું છે કે વડા પ્રધાન મોદીએ શીખો અને શીખ ધર્મ માટે ઘણુંબધું કર્યું છે. દેશના શીખ સમુદાય માટે વડા પ્રધાન મોદીએ દ્વારા કરવામાં આવેલાં કાર્યોની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન સમાજની પ્રશંસા કરે છે અને તેમણે શીખ ધર્મના લોકોની અનેક માગોને પણ પૂરી કરી છે.

તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદી શીખ સમાજને પ્રેમ કરે છે અને તેમણે શીખ ધર્મ માટે ઘણુંબધું કર્યું. છે. જેમ કે બ્લેકલિસ્ટને કાઢી નાખ્યું છે. કરતારપુર કોરિડોર ખોલ્યું છે અને નાના સાહિબજાદ (ગુરુ ગોવિંદ સિંહના પુત્ર) વિશે વાત કરી છે. તેમણે કહ્યું હતું કે મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે શીખ સમાજના સભ્યો દ્વારા કરવામાં આવેલી માગને પૂરી કરી છે. જોકે કેટલીક માગોને પૂરી કરવાની બાકી છે. જો તેઓ માગને પૂરી કરવા તૈયાર થઈ જશે તો બધું સારું થઈ જશે. વડા પ્રધાન મોદીએ પોતાના સરકારી નિવાસસ્થાને સાત લોક કલ્યાણ માર્ગે દેશભરના મુખ્ય શીખોની મુલાકાત કરી હતી, એમ તેમણે કહ્યું હતું.

શીખ સમાજના પ્રતિનિધિમંડળે સમાજના કલ્યાણ માટે પગલાં ઉઠાવવા માટે અને ખાસ કરીને દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ તરીકે જાહેર કરવાના નિર્ણયના માધ્યમથી ચાર સાહિબજાદેને સન્માનિત કરવા માટે વડા પ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.

ખાલિસ્તાની સમર્થક ભૂતપૂર્વ નેતાએ કેન્દ્ર દ્વારા પ્રસ્તાવિત નાગરિકતા કાનૂન (CAA)નું પણ સર્મર્થન કર્યું છે. તેમણે અફઘાનિસ્તાનથી શીખો અને હિન્દુઓને સુરક્ષિત રૂપે ભારત લાવવા માટે વડા પ્રધાનની પ્રશંસા કરતાં આભાર વ્યક્ત કર્યો હતો.