NEET-UG મુદ્દે PM અને શિક્ષણપ્રધાન અસંવેદનશીલઃ જયરામ રમેશ

નવી દિલ્હીઃ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટ એટલે કે NEET UGની કાઉન્સેલિંગ આગામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવી છે. આમ છઠ્ઠી જુલાઈએ ઓલ ઇન્ડિયા ક્વોટા (AIQ) સીટ માટે NEET UGની કાઉન્સેલિંગ શરૂ થવાની હતી. જોકે સુપ્રીમ કોર્ટ દ્વારા NEET UG કાઉન્સેલિંગને સ્થગિત કરવાના ઇનકાર પછી આ અપડેટ આવ્યું છે, જે આજથી શરૂ થવાનું હતું. શિક્ષણ મંત્રાલય ટૂંક સમયમાં નવી તારીખોનું એલાન કરશે.

સુપ્રીમ કોર્ટમાં CJI ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ખંડપીઠ NEET-UGથી જોડાયેલા મુદ્દાઓની સુનાવણી કરશે. કોર્ટના આદેશ પછી 1563 ઉમેદવારોને મળેલા ગ્રેસ માર્કસ દૂર કરવામાં આવ્યા હતા અને તેમને ફરીથી પરીક્ષા દેવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.કોંગ્રેસ નેતા જયરામ રમેશે NEET UG કાઉન્સેલિંગ સ્થગિત થવા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે સોશિયલ મિડિયા પર લખ્યું છે કે NEET-UG મામલો પ્રતિ દિન બદતર થઈ રહ્યો છે. વડા પ્રધાન અને શિક્ષણપ્રધાન આ મામલામાં કેટલા અક્ષમ અને અસંવેદનશીલ છે. દેશના લાખ્ખો યુવાઓનું ભવિષ્ય તેમના હાથોમાં બિલકુલ સુરક્ષિત નથી, એમ તેમણે કહ્યું હતું.

વિવાદોમાં NEET-UG

પરીક્ષા NEET-UG પરીક્ષા સતત વિવાદોમાં બનેલી છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચૂક્યો છે. સુપ્રીમ કોર્ટે NTAને 1563 ઉમેદવારો માટે પરીક્ષા પુનઃ આયોજિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. એ દરમ્યાન કોર્ટે કહ્યું હતું કે NEET-UG કાઉન્સેલિંગ પર કોઈ સ્ટે નહી લગાવવામાં આવશે.