નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઇને લોકડાઉન વચ્ચે ભલે બધા ધંધામાં નુકસાની જોવા મળી રહી હોય, પરંતુ પારલે-જી બિસ્કીટનું એટલું બધુ વેચાણ થયું છે કે ગત 82 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. માત્ર 5 રૂપિયામાં મળનારા પારલે-જી બિસ્કીટના પેકેટ હજારો કિલોમીટર પગે ચાલીને જઇ રહેલા પ્રવાસી શ્રમિકો માટે પણ ખુબ મદદગાર સાબિત થયાં. કોઇ વ્યક્તિએ જાતે ખરીદીને ખાધા, તો કોઇ વ્યક્તિએ બીજાને મદદ માટે બિસ્કીટ વેંચ્યાં. જ્યારે ઘણા લોકોએ તો પોતાના ઘરમાં પારલે-જી બિસ્કીટનો સ્ટોક જમા કરીને રાખી લીધો.પારલે-જી 1938થી જ લોકો વચ્ચે એક મનગમતી બ્રાંડ રહી છે. લોકડાઉન વચ્ચે પારલે-જીએ અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધારે બિસ્કીટ વેચવાનો રેકોર્ડ બનાવ્યો છે. જો કે પારલે કંપનીએ વેચાણના આંકડા તો નથી જણાવ્યાં, પરંતુ એટલું જરૂરથી કહ્યું કે માર્ચ, એપ્રિલ અને મે છેલ્લા 8 દાયકામાં તેના સૌથી સારા મહીનામાં રહ્યાં.
પારલે પ્રોડક્ટસની કેટેગરીના હેડ મયંક શાહે કહ્યું કે કંપનીનું કુલ માર્કેટ શેર અંદાજે 5 ટકા વધ્યું છે અને જેમાં 80-90 ટકા ગ્રોથ પારલે-જીના વેચાણથી થયું છે.
કેટલીક ઓર્ગેનાઇઝડ બિસ્કીટ બનાવતા જેવા કે પારલેએ લોકડાઉનના થોડા સમય પછી ઓપરેશન શરૂ કરી દીધું હતું. એમાંથી કેટલીક કંપનીઓએ તો પોતાના કર્મચારીઓને લઇ-જવા મુકવા આવવાની વ્યવસ્થા કરી હતી, જેથી તેઓ સરળતાથી અને સુરક્ષિત રીતે કામ પર આવી શકે. જ્યારે ફેકટરીઓ શરૂ થઇ ત્યારે આ કંપનીઓનો ફોક્સ તે પ્રોડક્ટસના ઉત્પાદન કરવાનો હતો, જેનું વધારે વેચાણ થતું હતું.
માત્ર પારલે-જી જ નહીં, પરંતું છેલ્લા ત્રણ મહિનમાં લોકડાઉન દરમિયાન બાકી કંપનીઓના બિસ્કિટનું પણ વધારે વેચાણ થયું. વિશેષજ્ઞના મત મુજબ બ્રિટાનિયાનું ગડ ડે, ટાઇગર, મિલ્ક બિકિસ, બાર્બર્ન અને મેરી બિસ્કીટ સિવાય પારલેના ક્રેકજેક, મોનેકો, હાઇડ એન્ડ સીક જેવા બિસ્કીટ પણ વધારે વેચાયાં.
પારલે પ્રોડક્ટે પોતાની સૌથી વધુ વેચાણવાળા, પંરતુ ઓછી કિંમતવાળી બ્રાંડ પારલે-જી પર ફોક્સ કર્યું, કારણ કે ગ્રાહકો તરફથી તેની ખુબ ડિમાન્ડ રહી હતી. કંપનીએ પોતાના ડિસ્ટ્રિબ્યૂશન ચેનલને એક અઠવાડિયા સુધી રીસેટ કરી દીધા, જેના કારણે રિટેલ આઉટલેટ પર બિસ્કિટની ઉણપ ના જોવા મળે. લોકડાઉન દરમિયાન પારલે-જી ઘણા લોકોનું સરળ ખાવાનું બની ગયું હતું.