કોરોનાના કેસ વધીને પોણા ત્રણ લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,76,583 થઈ ગઈ છે. આ વાઇરસથી અત્યાર સુધી 7745 લોકોનાં મોત થઈ ચૂક્યો છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 9985 નવા કેસ સામે આવ્યા છે અને 274 લોકોનાં મોત થયાં છે. જોકે રાહતની વાત એ છે કે આ બીમારીમાંથી 1,35,206 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. રિકવરી રેટ વધીને 48.88 ટકાએ પહોંચ્યો છે. પાછલા કેટલાક દિવસોથી પ્રતિ દિન કોરોના સંક્રમણના 9000થી વધુ નવા કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં કોરોનાના કેસ વધીને 31,309

દિલ્હીમાં કોરોનાના કુલ કેસ વધીને 31,309 થઈ ગયા છે. પાછલા 24 કલાકમાં 1366 નવા કેસ સામે આવ્યા છે અને સાત લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. પાછલા 24 કલાકમાં 504 દર્દીઓ ઠીક થયા છે. અત્યાર સુધી 11,861 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. દિલ્હીમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 18,543એ પહોંચી છે. દિલ્હીમાં રિકવરી રેટ 37.88 ટકા છે તો મૃત્યુ દર 2.89 ટકા છે.

DMK વિધાનસભ્યનું કોરોનાને લીધે મોત

કોરોના વાઇરસથી સંક્રમિત DMK વિધાનસભ્ય જે. અનબઝગનનું ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. આજે તેમનો જન્મદિવસ પણ છે. તેઓ 62 વર્ષના હતા. તેમને બીજી જૂને ડો. રિલા ઇન્સ્ટિટ્યૂટ અને મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.