બેંગલુરુઃ પાકિસ્તાન સરહદ પારથી હથિયારો અને વિસ્ફોટકો અને નશીલા પદાર્થોની દાણચોરી માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે, એમ બીએસએફના ડિરેક્ટર જનરલ રાકેશ અસ્થાનાએ કહ્યું હતું. વર્ષ 2019માં પાકિસ્તાનની પશ્ચિમી સરહદે ડ્રોનના 167 કેસો રેકોર્ડ નોંધવામાં આવ્યા હતા. વર્ષ 2020માં આ મોરચે 77 ડ્રોન્સ જોવા મળ્યા હતા, એમ ફિક્કી દ્વારા આયોજિત એરો ઇન્ડિયા 2021 એક્ઝિબિશનમાં તેમણે જણાવ્યું હતું.
પાકિસ્તાન દ્વારા આ ડ્રોનના માધ્યમથી ઘાતક હથિયારો, વિસ્ફોટકો અને માદક પદાર્થો સરહદ પાર છોડવા માટે કરવામાં આવે છે. તેઓ ખાસ કરીને પંજાબ અને જમ્મુ ક્ષેત્રોમાં પાકિસ્તાન ડ્રોનનો ઉપયોગ કરે છે. પાકિસ્તાન ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ દાણચોરી માટે અસરકારક રીતે સમયાંતરે કરે છે, એમ અસ્થાનાએ કહ્યું હતું.
અમારા જાસૂસી તંત્રની સૂચનાઓને અનુસાર પાકિસ્તાન આર્મી મિની અથવા નાના યુએવીની તપાસ કરી છે, જે હવામાં 150 કિમીની સાથે સરહદની દેખરેખ માટે કેટલાક કલાકો સુધી રહે છે. પડોશી દેશો ચીન, રશિયા, સાઉદી અરેબિયા, જર્મની અને ઇટાલી પણ ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. આ સિવાય પાકિસ્તાન ડ્રોનની ક્ષમતા વધારવાની માગ કરી રહ્યું છે, એમ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના વડાએ જણાવ્યું હતું.