નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અને બીજેપીના કદ્દાવર નેતા રાજનાથ સિંહે માન્યું છે કે જો યૂપીમાં મહાગઠબંધન થયું તો તેમની પાર્ટીને 15 થી 20 સીટોનું નુકસાન થઈ શકે છે. પ્રથમવાર એવું બન્યું છે કે ભાજના કેન્દ્રીય નેતૃત્વએ યુપીમાં વિપક્ષી દળોના પ્રસ્તાવિત મહાગઠબંધનથી થઈ શકનારા નુકસાનની વાત પ્રત્યક્ષ સ્વરુપે સ્વીકારી છે. જો કે રાજનાથ સિંહે જણાવ્યું છે કે પીએમ મોદીને 10 વર્ષ જરુર મળવા જોઈએ.
રાજસ્થાનમાં બીજેપી માટે ચિંતાનો વિષય છે કે નહી તે મામલે રાજનાથ સિંહે જણાવ્યું કે હું સ્વીકારુ છું કે કેટલાક મહિના પહેલા સુધી પરિસ્થિતીઓ અમારા પક્ષમાં નહોતી બાદમાં અહીંયા સ્થિતી તેજીથી બદલાઈ રહી છે. મને લાગે છે કે બીજેપી રાજસ્થાનમાં સરકાર બનાવશે.
કોંગ્રેસે ત્રણેય રાજ્યમાં ખેડુતોના દેવા માફીનો વાયદો કર્યો પરંતુ ભાજપે નહી આ મામલે રાજનાથ સિંહે જણાવ્યું કે મને લાગે છે કે કિસાન રમણસિંહની સરકારથી સંતુષ્ટ છે. છત્તિસગઢ પહેલું એવું રાજ્ય છે જેણે ચોખાના ખરીદ મૂલ્ય પર બોનસ આપવાની શરુઆત કરી. મધ્યપ્રદેશે પણ આમ જ કર્યું હતું. કોંગ્રેસ એવાર લોન માફ કરી શકે છે પરંતુ બોનસ ન આપે. ખેડુતો આ વાતને જાણે છે.