નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રમાં કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં વન નેશન, વન ઇલેક્શન બિલ રજૂ કર્યું હતું. આ બિલને ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’ નામ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ અને સમાજવાદી પક્ષ સહિત વિપક્ષ ‘એક દેશ, એક ચૂંટણી’નો સતત વિરોધ કરી રહ્યો છે.આ બિલને કાયદો બનાવીને લોકસભા, રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીઓ એકસાથે કરાવવાની જોગવાઈ છે.
Law Minister Arjun Ram Meghwal introducing in Lok Sabha the ‘Constitution (One Hundred and Twenty-Ninth Amendment) Bill’, also dubbed ‘One Nation One Election’ Billકોંગ્રેસે આ બિલને સંઘીય માળખા પર પ્રહાર ગણાવ્યો હતો. સપાપ્રમુખ અખિલેશ યાદવે આ બિલના વિરોધની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે બંધારણને નષ્ટ કરવાનું બીજું ષડયંત્ર છે.
આ બિલ અનુસાર સ્થાનિક સંસ્થાઓ એટલે કે નગરનિગમ (મ્યુનિસિપલ કોર્પોરેશન), નગરપાલિકા, નગર પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ એકસાથે થવી જોઈએ. તમામ ચૂંટણીઓ એક જ દિવસે અથવા અમુક દિવસોની નિશ્ચિત સમયમર્યાદામાં થઈ જાય એ સિસ્ટમને કહેવાય ‘એક દેશ, એક ચૂંટણી’ એટલે કે ‘વન નેશન-વન ઈલેક્શન’.
દેશમાં છાશવારે ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ થતી જ રહે છે. વારંવારની ચૂંટણીઓ વિકાસને અવરોધે છે. તેથી PM નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી સાથે જ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાનો આગ્રહ કરી રહ્યા છે. વડાપ્રધાને આ વર્ષે 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન લાલ કિલ્લા પરથી આપેલ ભાષણમાં પણ ‘વન નેશન-વન ઈલેક્શન’ની હિમાયત કરી હતી. તેમણે દેશના તમામ રાજકીય પક્ષોને દેશની પ્રગતિ માટે આ દિશામાં આગળ વધવાનો અનુરોધ કર્યો હતો.
VIDEO | Union Law Minister Arjun Ram Meghwal (@arjunrammeghwal) moves ‘one nation, one election’ bills for introduction in Lok Sabha.#OneNationOneElectionBill
(Source: Third Party)
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/vgPvelEwLu
— Press Trust of India (@PTI_News) December 17, 2024
તેલગુ દેશમ પાર્ટી (TDP)એ આ બિલને ટેકો આપ્યો હતો. ચંદ્રબાબુ નાયડુની પાર્ટીના સાંસદ ચંદ્રશેખરે કહ્યું હતું કે એકસાથે ચૂંટણી થવાથી દેશના પૈસા બચશે. દેશમાં એકસાથે ચૂંટણી થવાથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. પક્ષો વારંવાર ચૂંટણી મોડમાં નહીં જાય અને વિકાસનાં કામો પર ધ્યાન આપી શકાશે.