આ વર્ષે દર બેમાંથી એક ભારતીયએ લાંચ આપેલીઃ સર્વેનું રસપ્રદ તારણ

નવી દિલ્હીઃ લાંચ આપવાના કેસમાં પાછલા વર્ષ કરતાં થોડો ઘટાડો થયો છે. છતાં 5૦% ભારતીયોએ કહ્યું કે તેઓએ 2019માં સરકારી અધિકારીઓને લાંચ આપી. લોકલ સર્ક્લ્સ અને ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયા દ્વારા કરાયેલા ઇન્ડિયા કરપ્શન સર્વેમાં આ વાત સામે આવી છે. 20 રાજ્યોમાં આ સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાં શામેલ 1.9 લાખ સહભાગીઓએ સ્વીકાર્યું હતું કે લાંચ આપવી એ સુનિશ્ચિત કરે છે કે સરકારી અધિકારીઓ તેમનું કાર્ય કરશે. સહભાગીઓએ કહ્યું કે ભ્રષ્ટાચાર પર પ્રહાર કરવાના ઘણાં ઓછાં રસ્તાઓ છે. ચાલો સર્વેના પરિણામો જોઈએ.

ગ્લોબલ વોચડોગ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના વાર્ષિક સૂચકાંક અનુસાર, ભારત 41 પોઇન્ટ સાથે 78માં ક્રમે છે. પાછલા ભૂતકાળમાં ભારત આ મામલામાં ત્રણ પોઇન્ટનો સુધારો કર્યો છે.

રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનના ઉચ્ચ પ્રોફાઇલ હોવા છતાં, ચીન ભ્રષ્ટાચારના રેન્કિંગમાં વધારે છે. નિષ્ણાતો કહે છે કે ભારતે ભ્રષ્ટાચાર નિર્મૂલન મામલે પાડોશી દેશો કરતાં વધુ સારી કામગીરી કરી છે, પરંતુ ભ્રષ્ટાચારને સમાપ્ત કરવા માટે ઘણું કરવાનું બાકી છે.

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા વર્ષ 2018 માટેનો કરપ્શન ઇન્ડેક્સ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ અહેવાલમાં ભ્રષ્ટાચારના મામલે ભારત, આર્જેન્ટિના, આઇવરી કોસ્ટ અને ગુયાના જેવા દેશોની સ્થિતિમાં સુધારો થયો છે.

ગયા વર્ષે ભારત 40 પોઇન્ટ સાથે આ અહેવાલમાં 81માં ક્રમે હતો. દુનિયાભરના 180 દેશોની યાદીમાં ભારત ત્રણ સ્થાન સુધારીને 78માં ક્રમે છે. ભ્રષ્ટાચાર સૂચકાંકમાં ચીન 87માં અને પાકિસ્તાન 117માં ક્રમે છે.

છેલ્લા દસ વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારત આ સ્થાન પર પહોંચ્યું છે. વર્ષ 2008 થી ભ્રષ્ટાચારના કેસમાં ભારતનું પ્રદર્શન ધીરે ધીરે સુધરતું રહ્યું છે. ભ્રષ્ટાચાર સૂચકાંકમાં 2017 માં ચીન ભારતથી ઉપર હતું પરંતુ 2018 માં તે લપસીને 87 માં સ્થાને પહોંચી ગયું છે.

હાઈલાઈટસ

11 રાજ્યોમાં સૌથી વધુ લાંચખોરી પ્રોપર્ટી રજિસ્ટ્રેશન કે જમીન સંબંધી મામલા નિપટાવામાં થઈ

6 રાજ્યમાં પોલિસવિભાગ સૌથી વધુ ભ્રષ્ટાચારી વિભાગ ઠર્યો

મધ્યપ્રદેશ એકલું એવું રાજ્ય છે જ્યાં સૌથી વધુ ભ્રષ્ટ વિભાગ નગર નિગમ છે.

સર્વેમાં શામેલ 51 ટકા લોકોએ કહ્યું કે 2019માં ઓછામાં ઓછા એકવાર લાંચ આપી. 2018માં આ આંકડો 56 ટકા હતો.

64 ટકા લોકોએ કહ્યું કે સમય પર કામ પૂરું કરાવવા અને વધુ દોડધામથી બચવા લાંચ આપવી પડી.

82 ટકા લોકોએ કહ્યું કે ભ્રષ્ટાચાર પર લગામ કસવા કોઇ પગલાં નથી લેવાયાં અથવા લેવાયાં હોય તો અસરકારક નીવડ્યાં નથી

61 ટકા લોકોએ કહ્યું કે તેમના રાજ્ય કે શહેરમાં ભ્રષ્ટાચારની ફરિયાદ માટે કોઇ હેલ્પલાઈન નથી.

મોટાભાગના લાંચખોરોએ રોક્ડ, એજન્ટ દ્વારા સીધી ચૂકવણી તેમ જ ભેટ અથવા બદલામાં કંઇ કામ કરવા જેવા અન્ય તરીકા અપનાવ્યાં હતાં

 

સૌથી ઓછા ભ્રષ્ટ માનવામાં આવતા દેશોના નંબર પણ આ અહેવાલમાં આગળ આવ્યાં છે.