થોડા દિવસોમાં બંગાળ આવશે એક કરોડ શરણાર્થીઓઃ અધિકારી

બેંગલુરુઃ બંગલાદેશમાં હિંસા જારી છે. અનામતને નામે લાખો પ્રદર્શનકારીઓએ હિંસાત્મક વલણ અપનાવ્યું છે. શેખ હસીના દેશ છોડીને જઈ ચૂક્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું હતું કે કેટલાક દિવસોમાં એક કરોડ હિન્દુ શરણાર્થીઓ પશ્ચિમ બંગાળ આવવાના છે, એટલે તમે તૈયાર રહેજો.

બંગલાદેશ વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું હતું કે બંગલાદેશમાં હિન્દુઓનો નરસંહાર થઈ રહ્યો છે. રંગપુરમાં નગર પરિષદના કાઉન્સિલર હરધન નાયકની હત્યા કરી દેવામાં આવી છે. સિરાજગંજના પોલીસ સ્ટેશનમાં 13 પોલીસ કર્મચારીઓની હત્યા કરી દેવામાં આવી હતી, જેમાં નવ હિન્દુ હતા. નોઆખલીમાં હિન્દુઓના ઘરને આગ ચાંપવામાં આવી હતી. હું પશ્ચિમ બંગાળના CM મમતા બેનરજીને અને રાજ્યપાલને વિનંતી કરું છું કે તેઓ આ મામલે કેન્દ્ર સરકાર સાથે વાત કરે.

CAAમાં સ્પષ્ટ છે કે જો કોઈ ધાર્મિક ઉત્પીડનને કારણે મારપીટ કરવામાં આવી હોય તો અમારો દેશ આગળ આવીને આ કેસોને જોશે. જો ત્રણ દિવસની અંદર આ સ્થિતિ પર કાબૂ નહીં મેળવવામાં આવે તો બંગલાદેશ જમાત અને કટ્ટરપંથીઓના હાથમાં જતું રહેશે, એમ તેમણે કહ્યું હતું.

બંગલાદેશમાં ભડકેલી હિંસામાં મૃતકોની સંખ્યા વધીને 300 તઈ ગઈ છે. અનામતમાં સુધારાની માગથી શરૂ થયેલું આંદોલન સરકાર બદલવાના આંદોલનમાં તબદિલ થઈ ગયું છે, એમ તેમણે કહ્યું હતું.