ચીનમાંથી આવતી-જતી ફ્લાઈટ્સને રોકવાનો આદેશ અપાયો નથી

નવી દિલ્હીઃ ચીનમાં કોરોનાવાઈરસ મહામારીની નવી લહેર ફેલાઈ હોવાના અહેવાલને પગલે તે દેશમાંથી આવતી-જતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને તાત્કાલિક રીતે રોકવાની વિરોધપક્ષો માગણી કરી છે ત્યારે સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર એવો કોઈ આદેશ બહાર પાડ્યો નથી.

સરકારી સૂત્રોનું કહેવું છે કે ચીનમાંથી આપણા દેશમાં કોઈ સીધી ફ્લાઈટ આવતી નથી કે અહીંયાથી ત્યાં જતી નથી, પરંતુ હાલને તબક્કે ચીન થઈને ભારત આવતી કોઈ પણ કનેક્ટિંગ ફ્લાઈટ્સને રોકવાનો સરકારે કોઈ આદેશ બહાર પાડ્યો નથી. આદેશનો અમલ કરવાનું કામ મુલ્કી ઉડ્ડયન મંત્રાલયનું છે અને આખરી નિર્ણય સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા લેવામાં આવશે.