નવી દિલ્હીઃ ગૃહપ્રધાન અમિત શાહ હાલ અરુણચલ પ્રદેશના પ્રવાસે છે. બે દિવસના પ્રવાસે પહોંચેલા શાહે અરુણાચલ પ્રદેશના કિબિથુ વિસ્તારમાં વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનો પ્રારંભ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સરહદી ગામોમાં રહેતા લોકોના જીવનમાં ગુણવત્તામાં સુધારો આવશે. એ સાથે પલાયન રોકવા માટે અને સરહદની સુરક્ષાને મજબૂત કરવા માટે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ ઘણો મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. અરુણાચલ પ્રદેશનું કિબિથુ ગામ ચીનની સરહદે નજીક છે. આ વાઇબ્રન્ટ વિલેજ યોજના રૂ. 4800 કરોડ ખર્ચ થશે. જોકે શાહની આ મુલાકાતથી ચીન ગિન્નાયું છે. ચીનનું કહેવું છે કે ગૃહપ્રધાનની મુલાકાતથી તેમની ક્ષેત્રીય અખંડિતતરાનું ઉલ્લંઘન થયું છે. ચીની વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચીન ગૃહપ્રધાનની મુલાકાતનો દ્રઢતાથી વિરોધ કરી રહ્યું છે.
ચીને હાલમાં કેટલાંક સ્થળોનું નામ બદલી દીધું છે. ચીન એ વિસ્તારોમાં એનો દાવો કરતું રહ્યું છે. જોકે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનો પ્રારંભ કરતાં શાહે કહ્યું હતું કે ભારતની જમીનને હડપવાનો જમાનો હવે ગયો છે, શાહે નામ લીધા વગર કહ્યું હતું કે સોયની નોક જેટલી જમીન પણ કોઈ નથી લઈ શકતું. અરુણાચલમાં કોઈ પણ નમસ્તે નથી કરતું. બધા જય હિંદ બોલીને એકમેકનું અભિવાદન કરે છે. આ જોઈને હ્દય દેશભક્તિથી ભરાઈ જાય છે. અરુણાચલવાસીઓના આ જુસ્સાને કારણે 1962મી લડાઈમાં જે અતિક્રમણ કરવા આવ્યું હતું, એને પરત જવું પડ્યું હતું.
શું વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ?
વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સરહદે રહેલાં ગામોમાં વિકાસને પ્રોત્સાહન આપવું. એના માટે સરકારે વ શેષ રૂપે રૂ. 2500 કરોડ સહિત રૂ. 4800 કરોડની કેન્દ્રીય યોગદાનની સાથે વાઇબ્રાન્ટ વિલેજ પ્રોગ્રામને મંજૂરી આપી છે.