નવી દિલ્હીઃ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં બાઈક-ટેક્સીઓ ઓપરેટ કરવાની એગ્રીગેટર કંપનીઓ – રેપિડો અને ઉબેરને પરવાનગી આપતા દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટે આજે સ્ટે ઓર્ડર આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે આ આદેશ આપીને દિલ્હીની સરકારને કહ્યું છે કે બાઈક-ટેક્સી એગ્રીગેટર્સ સામે કોઈ નવી નીતિ ઘડવામાં ન આવે ત્યાં સુધી એમની સામે તેણે કોઈ પ્રકારનો દ્વેષયુક્ત પગલું ભરવું નહીં.
સુપ્રીમ કોર્ટના આ આદેશને કારણે રેપિડો અને ઉબેર કંપનીઓને ફટકો પડ્યો છે, જેમને દિલ્હી હાઈકોર્ટે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર નવી નીતિ ઘડે નહીં ત્યાં સુધી લાઈસન્સ વગર દિલ્હીમાં બાઈક-ટેક્સીઓ દોડાવવાની છૂટ આપી હતી. હાઈકોર્ટના તે આદેશને અરવિંદ કેજરીવાલની સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.