હરિયાણા- હરિયાણાના પલવલમાં બનેલી એક મસ્જિદ સુરક્ષા એન્જસીઓના તપાસ ઘેરામાં આવી ગઈ છે. ટેરર ફંડિંગ મામલાની તપાસ કરી રહેલી NIAએ દાવો કર્યો છે કે, હરિયાણાના પલવલમાં બનેલી મસ્જિદ માટે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાએ પૈસા આપ્યા હતા.પલવલના ઉત્તરા ગામમાં ખુલાફા-એ-રશીદીન મસ્જિદની તપાસ 3 ઓક્ટોબરે NIA અધિકારીઓએ કરી હતી. એજન્સીએ આ પહેલા ટેરર ફંડિંગ મામલામાં મસ્જિદના ઇમામ મોહમ્મદ સલમાન સહિત ત્રણ લોકોની નવી દિલ્હીથી ધરપકડ કરી હતી.
NIA મસ્જિદ સાથે જોડાયેલા લોકોની પુછપરછ કરી રહી છે. અને ખાતાકીય તપાસ જારી છે. વધુમાં દાન અને દસ્તાવેજોની વિગત પણ તપાસવા માટે જપ્ત કરવામાં આવા છે. NIAએ દ્વારા 26 સપ્ટેમ્બરે સલમાન, મોહમ્મદ સલીમ અને સજ્જાદ અબ્દુલ વાનીને આતંકી હાફિઝ સઇદના એનજીઓ ફલાહ-એ-ઇંસાનિયાયત ફાઉન્ડેશન પાસેથી ફંડ પ્રાપ્ત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
ઉત્તરા ગામના નિવાસીઓએ જણાવ્યું છે કે, મસ્જિદનું નિર્માણ વિવાદિત ભૂમિ પર થયું છે. સાથે તેમનું કહેવું છે કે તેમને સલમાનના લશ્કર-એ-તૈયબા સાથે લિંકની કોઈ જાણકારી નથી.