નવી દિલ્હીઃ ટ્રેન સેવાઓમાં મોડું થવા બદલ અને ભોજન તેમજ પાણીની તંગીના કારણે તેમાં સવાર થયેલા પ્રવાસી મજૂરોને ભોગવવી પડેલી મુસીબતોને લઈને રાષ્ટ્રીય માનવાધીકાર આયોગે કેન્દ્રીય ગૃહ સચિવ, રેલવે અને ગુજરાત, બિહારની સરકારોને નોટિસ મોકલી છે. આ મુશ્કેલીઓના કારણે કેટલાક યાત્રીઓને કથિત રીતે બીમાર પડવા અને તેમના કેટલાક લોકોના મૃત્યુ થયાના સમાચારો પણ છે. NHRC એ મીડિયા રિપોર્ટોના આધાર પર આ નોંધ લીધી છે કે જે યાત્રીઓના પ્રવાસી મજૂરોને લઈ જઈ રહી છે. રેલવે ન માત્ર મોડી ચાલી રહી છે પરંતુ પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે વધારે સમય લાગી રહ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એક રિપોર્ટમાં આ આરોપ લગાવવામાં આવ્યો છે કે, કેટલાય પ્રવાસી મજૂરોએ ટ્રેન યાત્રા દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા છે. પીવાના પાણી અને ભોજન સહિતની કોઈ વ્યવસ્થા નથી.
ઉલ્લેખનીય છે કે, રિપોર્ટ અનુસાર બિહારના મુઝફ્ફરપુરમાં બે અને દાનાપુર, સાસારામ, ગયા, બેગૂસરાય અને જહાનાબાદમાં એક-એક વ્યક્તિના કથિત રીતે મૃત્યુ થયા છે જેમાં એક 4 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. આયોગે કહ્યું કે, એક અન્ય ઘટનામાં એક ટ્રેન કથિત રીતે ગુજરાતના સૂરત જિલ્લાથી 16 મે ના રોજ બિહારના સિવાન માટે રવાના થઈ અને 9 દિવસ બાદ 25 મેના રોજ બિહાર પહોંચી. આયોગે કહ્યું કે, મીડિયાના સમાચારો જોઈતો તો આ માનવાધિકારોનું ઘોર ઉલ્લંઘન છે. આનાથી પીડિત પરિવારોને ક્ષતિ પહોંચી છે.
આયોગે ગુજરાત અને બિહારના મુખ્ય સચિવો, રેલવે બોર્ડના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ સચિવને નોટિસ જાહેર કરીને વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાત અને બિહાર સરકારના મુખ્ય સચિવો પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે, તેઓ વિશેષ રુપથી સૂચિત કરે કે ટ્રેનમાં સવાર થનારા પ્રવાસી મજૂરો માટે મેડિકલ ફેસિલીટી સહિત જરુરી સુવિધાઓને સુનિશ્ચિત કરવા માટે કયા પગલા ભરવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે, તમામ પ્રશાસનો પાસેથી ચાર સપ્તાહની અંદર સકારાત્મક પ્રતિક્રિયા મળવાની આશા છે.