ન્યૂઝક્લિકના એડિટર, HR હેડને બીજી નવેમ્બર સુધી પોલીસ હિરાસતમાં

નવી દિલ્હીઃ દિલ્હીની હાઇકોર્ટે ન્યૂઝક્લિકના એડિટર પ્રબીર પુરકાયસ્થ અને HR હેડ અમિત ચક્રવર્તીને UAPA દેઠળ કેસ નોંધીને બીજી નવેમ્બર સુધી પોલીસ હિરાસતમાં મોકલવામાં આવ્યા છે. જોકે આરોપીઓના વકીલોએ કોર્ટમાં દલીલ કરી હતી કે તેમની પાસે કંઈ વાંધાજનક નથી મળ્યું, પણ કોર્ટ નહીં માની.

ન્યૂઝક્લિક પર ચીનતરફી દુષ્પ્રચાર ફેલાવવા માટે નાણાં લેવાનો આરોપ છે. બંને આરોપીઓને 15 દિવસની ન્યાયિક હિરાસતનો ગાળો પૂરો થયા પછી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટને કહ્યું હતું કે તે કેલાક સાક્ષીઓ અને આરોપીઓને સામસામે બેસાડીને પૂછપરછ કરવા ઇચ્છે છે. કેટલાક ડિવાઇસિસ વિશે પૂછપરછ કરવાની છે. એ માટે પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવે.

આ પહેલાં 10 ઓક્ટોબરે પોલીસે કોર્ટને બંને આરોપીઓને જેલ મોકલવાની વિનંતી કરી હતી. પોલીસે કહ્યું હતું કે બંનેની ફરીથી હિરાસતમાં લઈને આગળ વધુ પૂછપરછની માગ કરે એવી શક્યતા છે. એ દરમ્યાન આરોપીઓના વકીલોએ પોલીસની વાતનો વિરોધ કર્યો હતો.

પુરકાયસ્થ તરફથી હાજર થયેલા વકીલે અર્શદીપ ખુરાનાએ પોલીસ રિમાન્ડ સંબંધી અરજીનો વિરોધ કરતાં દાવો કર્યો હતો કે એમાં કોઈ નવો આધાર નથી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ત્રીજી ઓક્ટોબરે પુરકાયસ્થ અને ચક્રવર્તીની ધરપકડ કરી હતી.

વકીલે સવાલ કર્યો હતો કે તમે કાવતરાનો પર્દાફાશ કરવાનો છે, તો તમે 25 દિવસો સુધી શું કરી રહ્યા હતા? FIR ઓગસ્ટનો છે. તેઓ આ મહિનાની 10થી ન્યાયિક હિરાસતમાં છે. ન્યાયિક હિરાસત દરમ્યાન એક દિવસ પણ તેમનાથી પૂછપરછ નથી કરવામાં આવી?