EDનું CM ગહેલોતના પુત્ર વૈભવને હાજર થવા ફરમાન

જયપુરઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રાજસ્થાનના CM અશોક ગહેલોતના પુત્ર વૈભવ ગહેલોતને હાજર થવા સમન્સ જારી કર્યા છે, જ્યારે બીજી તરફ EDએ કોંગ્રેસપ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરાના જયપુર સ્થિત નિવાસસ્થાન પર દરોડા પાડ્યા છે. વૈભવ ગહેલોતને ફોરેન્સ કરન્સી એક્ટ (FEMA)માં કથિત અનિયમિતતાને મામલે પૂછપરછ માટે 27 ઓક્ટોબરે હાજર થવા ફરમાન કર્યું છે.

ડોટાસરાને ત્યાં EDએ દરોડામાં પેપર લીક મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. જયપુરની સાથે-સાથે એ દરોડા સીકરમાં પણ થઈ રહી છે. EDએ દરોડા પર કોંગ્રેસ નેતા આરસી ચૌધરીએ કહ્યું હતું કે ભાજપ એજન્સીઓને દુરુપયોગ કરી રહ્યો છે.

 

રાજસ્થાનના CMએ X પર ટ્વીટ કરતાં લખ્યું હતું કે મહિલાઓને કોંગ્રેસ તરફથી પાંચ ગેરન્ટી આપી હતી, 26 ઓક્ટોબરે EDએ રાજસ્થાનના કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાને ત્યાં દરોડા પાડ્યા. રાજસ્થાનની અંદર EDના દરોડા એટલા માટે થાય છે, કેમ કે ભાજપ નથી ઇચ્છતો કે રાજ્યમાં મહિલાઓને, ખેડૂતોને અને ગરીબોને કોંગ્રેસ દ્વારા આપવામાં આવતી ગેરન્ટીઓનો લાભ મળી શકે.

રાજ્યનો કોણ બનશે CM?

રાજ્યમાં કોંગ્રેસ જીતશે તો તેમણે મુખ્ય પ્રધાનપદની દાવેદારી પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે પાંચ વર્ષમાં સરકાર બદલવાની પરંપરા તૂટશે અને રિવાજ બદલાશે. અમે પોલિસી અને પ્રોજેક્ટ પર સારું કાર્ય કર્યું છે. લોકોને લાગ્યું છે કે રાજ્યના ઇતિહાસમાં આવું કામ ક્યારેય નથી થયું. રાજસ્થાન મોડલની હવે અન્ય રાજ્યોમાં પણ ચર્ચા છે. આ રણરાજ્ય છે, જે દુકાળથી અસરગ્રસ્ત અને પછાત છે, પણ તેમ છતાં અમે ગવર્નન્સ મોડલ બન્યા.