ચંડીગઢઃ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષનું કોકડું ઉકેલાવાની સંભાવના છે. પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહથી મુલાકાત કરીને દિલ્હી પરત ફર્યા છે. હવે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષપદને લઈને ગમેત્યારે ઘોષણા થઈ શકે છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે કોંગ્રેસ મોવડી મંડળનો નિર્ણય મને માન્ય રહેશે. નવજોત સિંહ સિદ્ધુ ઘણા સક્રિય રહ્યા હતા. આજે સાંજે સુધી કે કાલે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષના નામની ઘોષણા થઈ શકે છે.
ચંડીગઢમાં કેપ્ટન અમરિન્દર સિંહની સાથે બેઠક પછી હરીશ રાવત નવી દિલ્હી પહોંચી ગયા છે. રાવતે કહ્યું હતું કે પાર્ટીની અંદર જે ચર્ચાઓનો અંત આવ્યો છે. કેપ્ટને કહ્યું હતું કે નવજોત સિંહ સિદ્ધુ મારી માફી લે તો હું તેમને માફ કરી દઈશ. જોકે હું કોંગ્રેસઅધ્યક્ષનો દરેક નિર્ણય તેમને મંજૂર હશે અને તેનું તેઓ સન્માન કરશે.
मैं, @capt_amarinder जी से मिलकर अभी-अभी दिल्ली लौटा हूंँ। मुझे प्रसन्नता है कि बहुत सारी बातें जो बाहर चर्चा में हैं, वो बिल्कुल निर्मूल साबित हुई हैं और कैप्टन साहब ने फिर से अपने उस महत्वपूर्ण बयान को दोहराया है,
1/2 pic.twitter.com/bBSvCCbfV2— Harish Rawat (@harishrawatcmuk) July 17, 2021
પંજાબ કોંગ્રેસમાં જારી કલહની વચ્ચે નવજોત સિંહ સિદ્ધુ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડથી મળ્યા હતા. બંનેએ એકમેકનું સ્વાગત કર્યું હતું. સિદ્ધુએ કહ્યું હતું કે તેમણે પાર્ટીની પંજાબ પાંખના કેટલાય ભૂતપૂર્વ અધ્યક્ષોથી તેમનું માર્ગદર્શન કર્યું હતું. સિદ્ધુએ જાખડની મુલાકાત પછી ટ્વીટ કરીને કહ્યું હતું કે તેમણે બુદ્ધિમાન વ્યક્તિઓ સાથે વાતચીત કરી હતી.
Seeking guidance of Presidents of the illustrious Punjab Pradesh Congress Committee … Conversations with wise men, worth months of Education !! 🙏🏼🙏🏼🙏🏼 pic.twitter.com/Tq5uqkbp6m
— Navjot Singh Sidhu (@sherryontopp) July 17, 2021
કેપ્ટન અમરિંદર સિંહની સાથે મીટિંગ પછી હરીશ રાવત દિલ્હી રવાના થયા હતા. તેમની પાર્ટીના હાઇ કમાન્ડની મીટિંગ પછી નવજોત સિંહ સિદ્ધુને અધ્યક્ષ બનાવવાનું એલાન થઈ શકે છે. બીજી બાજુ સિદ્ધુ પ્રધાનો અને અન્ય નેતાઓની સાથે પટિયાલા રવાના થયા હતા.