મુંબઈમાં આતંકવાદી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ; શકમંદ આતંકવાદી ઈન્દોરમાં પકડાયો

મુંબઈઃ પાકિસ્તાનમાં તાલીમ લઈને આવેલો એક શંકાસ્પદ આતંકવાદી મુંબઈમાં ઘૂસવાની તૈયારીમાં હોવાની બાતમી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ આપી હતી. એ આતંકીને ઈન્દોરમાં ઝડપી લેવામાં આવ્યો છે. તપાસ એજન્સીએ મુંબઈ પોલીસ તથા અન્ય તમામ સુરક્ષા યંત્રણાઓને બાતમી આપી હતી કે સરફરાઝ મેમન નામનો આતંકવાદી તાલીમ લેવા માટે ચીન અને પાકિસ્તાન ગયો હતો અને ત્યાંથી ભારતમાં ઘૂસ્યો છે અને મુંબઈમાં ઘૂસવાની તૈયારીમાં છે. મુંબઈ પોલીસે ત્યારબાદ તમામ યંત્રણાને એલર્ટ મોડ પર મૂકી દીધી હતી.

દરમિયાન સરફરાઝ મેમનને ઈન્દોર શહેરની પોલીસે પકડ્યો છે. હવે મહારાષ્ટ્ર એટીએસ અધિકારીઓની એક ટૂકડી સરફરાઝની પૂછપરછ માટે ઈન્દોર ગઈ છે.