ધરપકડ સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા સિસોદિયા, જલદી સુનાવણીની માગ

નવી દિલ્હીઃ દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાએ દારૂ કૌભાંડ મામલે ધરપકડ અને CBI તપાસની પ્રકારને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામલે તત્કાળ સુનાવણી કરવાની માગ કરવામાં આવી હતી. તેમના તરફથી અભિષેક મનુ સિંધવી રજૂઆત કરશે. તેમનું કહેવું હતું કે જ્યારે CBI તપાસમાં સહયોગ આપી રહ્યા છે તો પછી તેમની ધરપકડ કેમ કરવામાં આવી છે.

મનીષ સિસોદિયાને CBIની વિશેષ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. તેમની ધરપકડ એવા સમયે થઈ છે, જ્યારે દિલ્હી સરકાર આગામી મહિને બજેટ રજૂ કરવાનું છે. તેઓ દિલ્હી સરકારમાં નાણાપ્રધાન પણ છે.

સિસોદિયાની CCTV કવરેજ હેઠળ તપાસ

સિસોદિયાની પૂછપરછ દરમ્યાન થર્ડ ડિગ્રી અથવા જબરદસ્તીની આશંકા પર કોર્ટે કહ્યું હતું કે પૂછપરછ એવી જગ્યાએ હશે, જ્યાં CCTV કેમેરા કવરેજ હોય. એ ફુટેજ CBI સુરક્ષિત કરી રાખશે. દરેક 48 કલાક પછી એક વાર સિસોદિયાનું મેડિકલ ચેકઅપ હશે. દરેક દિવસે વકીલોથી સાંજે છથી સાત કલાકમાં તેમને અડધો કલાક મળવાની છૂટ આપવામાં આવી છે. તેમને પત્નીથી પણ 15 મિનિટ મળવાની મંજૂરી આપવામાં આવી છે.

વિશેષ કોર્ટ એમ. કે. નાગપાલે સિસોદિયાને ચાર માર્ચ સુધી CBI કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. આપ નેતાની ધરપકડ કર્યાના એક દિવસ પછી કોર્ટમાં ભારે સુરક્ષા વચ્ચે રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે કેટલાંક તથ્યોનો ખુલાસો કર્યો છે, જેમાં તેમની સામે આરોપ તરીકે લઈ શકાય છે અને તેમની સામે કેટલાક દસ્તાવેજી પુરાવા પણ સામે આવી ચૂક્યા છે.