લખનઉઃ મુખ્તાર અન્સારી અને બસપા સાંસદ અફઝલ અન્સારીને ગેંગસ્ટર કેસમાં ગાઝીપુર MP-MLA કોર્ટે આરોપી જાહેર કર્યા છે. કોર્ટે મુખ્તાર અન્સારીને 10 વર્ષની સજા સંભળાવી છે અને તેમના પર રૂ. પાંચ લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે મુખ્તારના ભાઈ અફઝલ અન્સારી ને ચાર વર્ષની સજા સંભળાવી છે. અફઝલ અન્સારી ગાઝીપુર લોકસભાથી બસપાના સાંસદ છે કોર્ટની સજા પછી તેમનું સભ્યપદ જાય એવી શક્યતા છે.
મુખ્તાર અન્સારી બાંદા જેલમાંથી વિડિય કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણીમાં સામેલ થયો હતો. 23 સપ્ટેમ્બર, 2022એ સાંસદ અફઝલ અન્સારી અને મુખ્તાર અન્સારી વિરુદ્ધો કોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ આરોપ નક્કી થઈ ચૂક્યા હતા. સાક્ષીઓ દ્વારા દલીલો પૂરી થઈ ગઈ હતી.
UPમાં બહુ ચર્ચિત કૃષ્ણાનંદ રાય હત્યાકાંડ અને વેપારી નંદકિશોર રૂંગટા અપહરણ પછી મુખ્તાર અને અફઝલ પર ગેન્ગસ્ટર એક્ટમાંમ કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલામાં 2007માં ગેન્ગસ્ટર એક્ટ હેઠળ અફઝલ અન્સારી, તેના ભાઈ ડોન મુખ્તાર અન્સારી અને બનેવી એઝાઝુલ હક પર ગેન્ગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધાયેલો છે. એઝાઝુલ હકનું મોત થઈ ચૂક્યું છે. આ મામલામાં પહેલી એપ્રિલે સુનાવણી પૂરી થઈ ચૂકી છે.
શું છે પૂરો કેસ
22 નવેમ્બર, 2005એ મુહમ્મદાબાદ પોલીસે ભાવરકોલમાં કૃષ્ણાનંદ રાય હત્યા કાંડમાં નંદકિશોર રૂંગટાને મામલે સાસંદ અફઝલ અન્સારી અને મુખ્તાર અન્સારીની સામે કેસ નોંધ્યો હતો. ત્યાર બાદ ગાઝીપુરના સાંસદ અફઝલ અન્સારી જામીન પર છે. ગાઝીપુરમાં 29 નવેમ્બર, 2005એ ભજપ વિધાનસભ્ય કૃષ્ણાનંદ રાય સહિત કુલ સાત લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ચૂંટણી કાવતરાને કારણે આ હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં બંને ભાઈઓને આરોપી બનાવવામાં આવ્યા હતા.