મુકેશ અંબાણીએ કર્યા બદરી-કેદાર મંદિરે દર્શન, 51-51 લાખ રુપિયાનું આપ્યું દાન

દેહરાદૂન- દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ગતરોજ બદરીનાથ ધામ પહોંચ્યા હતા. જ્યાં તેમણે લગભગ 20 મિનિટ સુધી બદરીનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ મુકેશ અંબાણી કેદારનાથ ધામ જવા રવાના થયા હતા. મુકેશ અંબાણીએ બદરી-કેદાર મંદિર સમિતિને રુપિયા 51-51 લાખનું દાન પણ આપ્યું હતું.મળતી માહિતી મુજબ મુકેશ અંબાણી ગુરુવારે સવારે 8:30 કલાકે બદરીનાથ ધામ પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ બદરીનાથ મંદિરે ગયા હતા. બદરીનાથ મંદિરમાં 20 મિનિટ પૂજા-અર્ચના કર્યા બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ જવા રવાના થયા હતા. કેદારનાથ મંદિરમાં પણ મુકેશ અંબાણીએ ઘણો સમય વિતાવ્યો હતો. અહીં તેમની સાથે પુત્ર આકાશ અને તેમની ભાવિ પત્ની શ્લોકા પણ આવ્યા હતા.

આપને જણાવી દઈએ કે, બદરીનાથ અને કેદારનાથ ધામમાં મુકેશ અંબાણી અનન્ય શ્રદ્ધા ધરાવે છે. અને દર વર્ષે અહીં દર્શન કરવા આવે છે. આ યાત્રાધામમાં યાત્રીઓની સુવિધા વધારવા માટે મુકેશ અંબાણીએ અનેક સેવા કાર્યો પણ કરાવ્યા છે.