નવી દિલ્હીઃ ત્રિપુરામાં 828 વિદ્યાર્થીઓ HIV પોઝિટિવ માલૂમ પડ્યા છે, જેમાંથી 47નાં મોત થયાં છે, એમ ત્રિપુરા રાજ્ય એઇડ્સ નિયંત્રણ સોસાયટી (TSACS)ના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી. ત્રિપુરામાં HIV પોઝિટિવ માલૂમ પડેલા વિદ્યાર્થીઓ દેશભરની વિવિધ યુનિવર્સિટીઓમાં શિક્ષણ લેવા માટે નીકળ્યા છે.
TSACSના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ત્રિપુરામાં અત્યાર સુધી 828 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જે HIV પોઝિટિવ છે. એમાંથી 572 વિદ્યાર્થીઓ હજી પણ જીવિત છે. TSACSએ 220 સ્કૂલો અને 24 કોલેજો અને યુનિવર્સિટીઓમાં એવા વિદ્યાર્થીઓની ઓળખ કરી છે, જે ઇન્જેક્શન દ્વારા નશીલી દવાઓ લે છે. આટલું જ નહીં, ડેટાથી માલૂમ પડે છે કે આશરે પ્રતિ દિન HIVના પાંચથી સાત નવા કેસ સામે આવી રહ્યા છે. TSACSના સંયુક્ત ડિરેક્ટરે જણાવ્યું હતું કે અહીંના વિદ્યાર્થીઓ નશીલી દવાનો વપરાશ કરી રહ્યા છે. અમે રાજ્યમાંથી કુલ 164 આરોગ્ય સુવિધાઓથી ડેટા જમા કર્યો છે.
HIV શું છે?
HIV એટલે કે હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાઇરસ એક એવો વાઇરસ છે, જે શરીરની ઇમ્યુન સિસ્ટમ પર હુમલો કરે છે અને એને નબળી બનાવે છે, જેથી અમારું શરીર કોઈ અન્ય સંક્રમણ કે બીમારી સામે પ્રતિકાર નથી કરી શકતું. એક વાર આ વાઇરસની ચપેટમાં આવવા પછી એને કાબૂ નહીં કરવામાં આવ્યું તો એ એઇડ્સનું કારણ બની જાય છે.
વળી. એઇડસનો હજી સુધી કોઈ સચોટ સારવાર નથી શોધી શકાઈ. આવા સમયમાં આ વાઇરસની ઓળખ કરીને યોગ્ય સારવાર બહુ જરૂરી છે.