કુંભમેળો-2021: પાંચ-દિવસમાં 1,700 જણનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

હરિદ્વારઃ અહીં ચાલી રહેલા કુંભમેળા પર્વ દરમિયાન ગઈ 10 એપ્રિલથી લઈને 14 એપ્રિલ સુધીના પાંચ દિવસમાં જ 1,700થી વધારે લોકોને કોરોનાવાઈરસ ચેપ લાગુ પડ્યો હોવાનું માલૂમ પડ્યું છે. આને કારણે એવી દહેશત ઊભી થઈ છે કે દુનિયાના આ સૌથી મોટા ધાર્મિક મેળાવડાથી ભારતમાં કોરોનાના કેસમાં વધારે અને ઝડપી ઉછાળો આવશે.

ચીફ મેડિકલ ઓફિસર શંભુકુમાર ઝાએ કહ્યું છે કે આ 1,700ના આંકડામાં હરિદ્વારથી લઈને દેવપ્રયાગ સુધી વિસ્તરેલા સમગ્ર કુંભમેળા ક્ષેત્રમાં પાંચ દિવસ દરમિયાન જુદા જુદા અખાડા (જૂથો)ના શ્રદ્ધાળુઓ અને સાધુઓના RT-PCR અને રેપિડ એન્ટીજન ટેસ્ટ, એમ બંને પ્રકારના પરીક્ષણના અહેવાલોનો સમાવેશ થાય છે. હજી વધુ RT-PCR ટેસ્ટ રિપોર્ટ્સ આવવાના બાકી છે અને ટ્રેન્ડ પરથી એવું જણાય છે કે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]