ફાઈનલ પૂર્વે હવાઈ દળની ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’નો દિલધડક એર-શો

અમદાવાદ: અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે બપોરે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપ-2023 ફાઈનલ મેચના આરંભ પૂર્વે, ટોસ કાર્યવાહી પૂરી થઈ ગયા બાદ ભારતીય હવાઈ દળના જવાનોએ સ્ટેડિયમ પરના આકાશમાં એર-શો પ્રસ્તુત કરીને સ્ટેડિયમમાં ઉપસ્થિત 1,30,000થી વધારે દર્શકોને રોમાંચિત કરી દીધા હતા.

મંત્રમુગ્ધ કરનારો આ એર-શો ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ના જવાનોએ રજૂ કર્યો હતો.

લોકો એ જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા કે શું બાકી આપણા દેશની તાકાત છે. લોકો બહાદૂર વીર જવાનોને એમની કાબેલિયત, ક્ષમતા માટે સલામ કરતા હતા. સ્ટેડિયમ ‘ભારત માતા કી જય’ નારાથી ગૂંજી ઊઠ્યું હતું.