મે-મહિનામાં 121 વર્ષમાં બીજી વાર સૌથી વધુ વરસાદઃ IMD

નવી દિલ્હીઃ હવામાન વિભાગે ગુરુવારે એક અહેવાલમાં કહ્યું હતું કે આ વર્ષના મે મહિનામાં સૌથી વધુ વરસાદના મામલા છેલ્લાં 121 વર્ષમાં બીજા ક્રમાંકે રહ્યો હતો. એનું કારણ સતત બે વાવાઝોડા અને પશ્ચિમી વિક્ષેપ છે. વિભાગે એ પણ કહ્યું હતું કે દેશમાં આ વખતે સરેરાશ મહત્તમ તાપમાન 34.18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે 1901 પછી ચોથું સૌથી ઓછું તાપમાન રહ્યું હતું.

એ 1977 પછી સૌથી ઓછું છે, જ્યારે મહત્તમ તાપમાન 33.84 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. એણે કહ્યું હતું કે મેમાં અત્યાર સુધી પારો 1917માં 32.68 ડિગ્રી નોંધાયું હતું. ભારતના કોઈ પણ હિસ્સામાં મેમાં લૂ નથી ચાલી. દેશમાં મે, 2021માં 107.9 મિમી વરસાદ થઈ છે, જે સરેરાશ 62 મિમી વરસાદથી વધુ છે. આ પહેલાં 1990માં સૌથી વધુ વરસાદ (110.7 મિમી) થઈ છે.

મેમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા આવ્યા. અરબી સમુદ્રમાં ‘તાઉ’તે’ આવ્યું, એ પછી બંગાલની ખાડીમાં વાવાઝોડું ‘યાસ’ આવ્યું. વર્ષ 2021ની ગરમીના ત્રણ મહિનાઓમાં ઉત્તર ભારત ઉપર પશ્ચિમી વિક્ષેપ સામાન્યથી વધુ રહ્યો હતો.