મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 29 એપ્રિલ સુધી વધી

નવી દિલ્હીઃ દિલ્હીની આબકારી નીતિના કૌભાંડ મામલે ભૂતપૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ફરી એક વાર વધારવામાં આવી છે. મનીષ સિસોદિયા હવે 27 એપ્રિલ સુધી CBIની કસ્ટડીમાં અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં 29 એપ્રિલ સુધી રહેશે. દિલ્હીમાં દારૂ નીતિ મામલે ED મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે.

CBIએ કોર્ટને જણાવ્યું હતું કે કૌભાંડથી જોડાયેલા ભ્રષ્ટાચારના મામલે તપાસ મહત્ત્વના તબક્કામાં છે. સિસોદિયાને 2021-22 માટે આબકારી નીતિ તૈયાર કરવા અને તેમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર માટે ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હીની દારૂ નીતિ કેસમાં અનિયમિતતાને લઈને CBIએ 17 ઓગસ્ટ, 2022એ કેસ નોંધ્યો હતો. દિલ્હીના ભૂતપૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાએની 26 ફેબ્રુઆરીએ CBIએ આઠ કલાક પૂછપરછ પછી ધરપકડ કરી હતી.સાત દિવસ પછી CBI રિમાન્ડ પછી કોર્ટે છઠ્ઠી માર્ચે સિસોદિયાને 14 દિવસની ન્યાયિક ધરપકડ કર્યા પછી તિહાર જેલમાં મોકલ્યા હતા. EDએ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનથી દારૂ નીતિ કેસથી જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરી હતી. જેલમાં જ એજન્સીએ સિસોદિયાની ધરપકડ કરી લીધી હતી.  

બીજી બાજુ, રવિવારે CBIએ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની સાડા નવ કલાક પૂછપરછ કરી હતી. એજન્સીએ 56 સવાલ કર્યા હતા. EDની ટીમે જણાવ્યું હતું કે નવી દારૂ નીતિ બનાવવામાં સાઉથ દિલ્હીના વેપારીઓથી રૂ. 100 કરોડની લાંચ લેવામાં આવી હતી. આ મામલે EDએ છઠ્ઠી માર્ચે હૈદરાબાદના બિઝનેસમેન અરુણ રામચંદ્ર પિલ્લઈ ને અમનદીપ ઢલની ધરપકડ કરી હતી.