નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલવેએ મણિપુર તરફની બધી ટ્રેનો રોકી દીધી

ઈમ્ફાલઃ ભારતીય જનતા પાર્ટી શાસિત મણિપુરમાં હાલ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણસી ગઈ હોવાને કારણે નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલવેએ મણિપુર જતી તમામ ટ્રેનોને અટકાવી દીધી છે. રાજ્ય સરકારે આદિવાસીઓ અને બહુમતી મેઈતી સમાજના લોકો વચ્ચે પ્રસરતી જતી હિંસાને રોકવા માટે ‘દેખો ત્યાં ઠાર’નો સુરક્ષા દળોને આદેશ આપ્યો છે.

નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલવેના વડા જનસંપર્ક અધિકારીએ કહ્યું છે કે, જ્યાં સુધી પરિસ્થિતિ સુધરશે નહીં ત્યાં સુધી મણિપુરમાં કોઈ ટ્રેન મોકલવામાં આવશે નહીં. મણિપુર રાજ્યની સરકારની સલાહના આધારે જ રેલવે તંત્રએ આ નિર્ણય લીધો છે.