વડાપ્રધાન મોદી વિશે ‘નીચ’ શબ્દ વાપરનાર ઐયર કોંગ્રેસમાંથી સસ્પેન્ડ

નવી દિલ્હી – વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘નીચ માણસ’ કહીને એમનું અપમાન કરનાર પોતાના જ વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરને કારણે કોંગ્રેસ પાર્ટી મુસીબતમાં આવી ગઈ છે.

ઐયરના અભદ્ર નિવેદન બદલ કોંગ્રેસ પાર્ટીએ એમની સામે પગલું ભર્યું છે અને એમને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી દીધા છે.

કોંગ્રેસે આ ઉપરાંત ઐયરને કારણદર્શક નોટિસ પણ ફટકારી છે.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે આ જ છે કોંગ્રેસનું ગાંધીવાદી નેતૃત્વ અને વિરોધી પ્રતિ સમ્માનની ભાવના. કોંગ્રેસ પાર્ટીએ મણિશંકર ઐયરને કારણદર્શક નોટિસ મોકલીને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી દીધા છે. શું મોદીજી ક્યારેય આવું સાહસ કરી બતાડશે ખરા?

httpss://twitter.com/ANI/status/938705515760123904