પુણેમાં ભયંકર અકસ્માતમાં 48 વાહનો અથડાયાં, 30 જણને ઈજા

પુણેઃ અહીંના નવલે બ્રિજ પર ગઈ કાલે રાતે એક ટેન્કર અનેક વાહનો સાથે અથડાતાં ઓછામાં ઓછા 30 જણને ઈજા થઈ છે. પુણે અગ્નિશામક દળના એક અધિકારીએ કહ્યું કે અકસ્માતને કારણે 48 વાહનો એકબીજા સાથે અથડાતાં મોટો ખડકલો થયો હતો. આ વાહનોને નુકસાન પહોંચ્યું છે.

આ અકસ્માત પુણે-બેંગલુરુ હાઈવે પરના પૂલ પર બન્યો હતો. અકસ્માતની જાણકારી મળતાં તરત જ પુણે ફાયર બ્રિગેડ અને પુણે મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ-જવાનો બચાવ કામદારોની ટૂકડીઓ સાથે ત્યાં પહોંચી ગયા હતા. કહેવાય છે કે ટ્રકની બ્રેક ફેઈલ થઈ જતાં કે એના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો અંકુશ ખોઈ બેસતાં અકસ્માત સર્જાયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]