મલિકના રાજીનામા માટે ભાજપના મહારાષ્ટ્ર-વ્યાપી દેખાવો

મુંબઈઃ મની લોન્ડરિંગના એક કેસ અને અંડરવર્લ્ડ સાથે કથિત સાંઠગાંઠના સંબંધમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ મહારાષ્ટ્રના અલ્પસંખ્યક લોકોના ખાતાના કેબિનેટ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા નવાબ મલિકની ગઈ કાલે ધરપકડ કરી છે. સ્થાનિક અદાલતે મલિકને 3 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં રાખવાનો રીમાન્ડ પર રાખવાનો હૂકમ કર્યો છે. તે છતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મલિક પાસેથી રાજીનામું લીધું નથી. એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે મલિક રાજીનામું નહીં આપે. મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સંયુક્ત સરકાર છે – મહાવિકાસ આઘાડી. ઈડી અધિકારીઓએ મની લોન્ડરિંગના એક કેસના સંબંધમાં ગયા મંગળવારે મુંબઈમાં દાઉદની બહેન હસીના પારકરના નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો.

મલિક પ્રધાનપદેથી રાજીનામું આપે એવી માગણી પર જોર લાવવા વિરોધપક્ષ ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્ર એકમના નેતાઓ-કાર્યકર્તાઓ આજે રાજ્યભરમાં દેખાવો કરવાના છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે આક્ષેપ કર્યો છે કે મલિકે અંડરવર્લ્ડની મદદથી કરોડો રૂપિયાની જમીન ખરીદી છે. આવા સોદાઓ દ્વારા ભારતમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપવા માટેના નાણાં ઠાલવવામાં આવી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]