પવન-એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા; એકનું મૃત્યુ

મુંબઈઃ અહીંના લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT) અને બિહારના જયનગર વચ્ચે દોડાવાતી 11061 DN એલટીટી-જયનગર એક્સપ્રેસ (પવન એક્સપ્રેસ) ટ્રેનના 11 ડબ્બા આજે બપોરે નાશિક નજીક ડાઉન લાઈન પર લહવિત અને દેવલાલી વચ્ચે ખડી પડવાનો ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે ચાર-પાંચ જણ ઘાયલ થયાં છે. આ અકસ્માત આજે બપોરે 3.10 વાગ્યે થયો હતો. અકસ્માતની જાણ થયા બાદ તરત જ એક એક્સિડન્ટ રિલીફ ટ્રેન અને મેડિકલ વાનને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. અકસ્માત વિશે તપાસ શરૂ કરામાં આવી છે. અકસ્માતને કારણે ડાઉન-લાઈન પર ટ્રેન સેવાને માઠી અસર પહોંચી છે, પરંતુ અપ-લાઈન પર ટ્રેનસેવા રાબેતા મુજબ છે.

જો કોઈ વ્યક્તિને કોઈ તાકીદની મદદની જરૂર હોય તો રેલવેએ નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકે છેઃ આ છે હેલ્પલાઈન નંબરોઃ

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ – 022-22694040

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ – 022-67455993

નાશિક રોડ – 0253-2465816

ભુસાવળ – 02582-220167

54173 – ડિઝાસ્ટર મેનેજમેન્ટ Roo

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]