નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં NDAની જીતનો અંદાજ છે. વડા પ્રધાન મોદી ત્રીજી વાર કેન્દ્રમાં સરકાર બનાવશે, એમ એન્ટિક સ્ટોક બ્રોકિંગનો રિપોર્ટ કહે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભાજપની આગેવાની હેઠળની NDAની સીટો 370-410થી ઓછી રહેશે, પરંતુ વર્ષ 2019ની તુલનાએ વધુ સીટો NDAને મળશે. 2019ની લોકસભા ચૂંટણીમાં NDAને 353 સીટો મળી જશે.
આ અહેવાલમાં ચાર તબક્કામાં થયેલા મતદાનમાં ઓછા મતદાનને પગલે NDAને નુકસાનની આશંકાને ફગાવવામાં આવી છે. ચાર તબક્કામાં અત્યાર સુધી મતદાનમાં લોકસભાની ચૂંટણીમાં મતદારો આશરે 70 ટકા મતદાન કરી ચૂક્યા છે. જો 2019ની સરખામણીએ આ વખતે મતદાન ટકાવારી ઓછી છે. 2019માં 68.9 ટકા મતદાનના મુકાબલે આ વખતે એ 66.5 ટકા રહ્યું છે.
બ્રોકરેજ કંપનીએ રિપોર્ટમાં કહ્યું છે કે આ વખતે NDAનો દેખાવ 2019ની સ્થિતિ સારો રહેશે. અહેવાલ મુજબ ભાજપની મત બેન્કનો દાયરો વધ્યો છે. સરકાર તરફથી આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે શરૂ કરવામાં આવેલી યોજનાઓની અસર પડી છે. હવે ભાજપની મત બેન્કમાં ઓછી આવકવાળા વર્ગના લોકોનો હિસ્સો ઘણો વધ્યો છે. ગઈ ચૂંટણીમાં મતદાનના વિશ્લેષણથી માલૂમ પડે છે કે આ વખતે ઓછા મતદાનથી કોંગ્રેસને નુકસાન થવાની આશંકા છે. જે સીટો કોંગ્રેસની પાસે છે, ત્યાં મતદાન વધુ છે.
લોકસભા ચૂંટણીમાં હવે ત્રણ તબક્કામાં મતદાન બચ્યું છે. પાંચમા તબક્કાનું મતદાન આવતી કાલે છે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેએ છે અને સાતમા તબક્કાનું મતદાન પહેલી જૂને થવાનું છે. ચોથી જૂને મત ગણતરી થવાની છે.