LG સાહેબ, જેલમાં જીવનું જોખમ, અન્યત્ર ટ્રાન્સફર કરોઃ સુકેશ

નવી દિલ્હીઃ મની લોન્ડરિંગના આરોપમાં કેટલાય મહિનાઓની દિલ્હી સ્થિત મંડોલી જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે વધુ એક પત્ર લખ્યો છે. સુકેશે છેલ્લા 35 દિવસોમાં ચોથો પત્ર લખ્યો છે. સુકેશ ચંદ્રશેખરે દિલ્લીના ઉપ રાજ્યપાલ વિનયકુમાર સકસેનાને નામે લખેલા પત્રમાં ખુદને અને પત્નીને જીવનું જોખમ હોવાનું જણાવ્યું છે. એ સાથે તેણે અન્ય જેલમાં ટ્રાન્સફર કરવાની માગ કરી છે. તેણે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના જવાનો પર મારપીટ કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે. તેણે આ પત્ર તેના વકીલ એકે સિંહ દ્વારા બહાર પાડ્યો છે.

તેણે દાવો કર્યો હતો કે તેને આમ આદમી પાર્ટી, સત્યેન્દ્ર જૈન, અરવિંદ કેજરીવાલ અને કૈલાશ ગહેલોત દ્વારા ઉપ રાજ્યપાલ ઓફિસોમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદો પરત લેવા માટે સતત ધમકી મળી રહી છે અને દબાણ થઈ રહ્યું છે.

સુકેશના વકીલે પત્રમાં તેને અને તેની પત્નીને તિહાડ જેલમાંથી અન્ય શિફ્ટ કરવાની માગ કરી છે, જે તે સુરક્ષિત રહી શકે.તેણે વકીલ દ્વારા રજૂ કરેલા પત્રમાં જણાવ્યું હતું કે જો કોઈ મારો મુદ્દો ખોટો નીકળે તો હું ફાંસી લેવા માટે તૈયાર છું, પણ જો હું ફરિયાદ સાચી સાબિત થશે તો તમે (કેજરીવલજી) રાજીનામું આપશે? અને રાજકારણમાંથી સંન્યાસ લેશે? તેણે આરોપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટીના સત્યેન્દ્ર જૈને તેમને ગોવા અને પંજાબ ચૂંટણી માટે પાર્ટીમાં પૈસા આપવા માટે કહ્યું હતું.