નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલના નિવાસસ્થાનની અંદ મારપીટ થવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે કેજરીવાલના ખાનગી સચિવ (PA) બિભવ કુમારે તેમની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હી પોલીસે મુખ્ય મંત્રીના નિવાસસ્થાનની અંદરથી એક PCR કોલની પુષ્ટિ કરી હતી. માલીવાલ દિલ્હી મહિલા પંચ (DCW) ની ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂકી છે.
કુમારના દુર્વ્યવહાર કર્યા પછી માલીવાલે PCRને કોલ કર્યો, જે પછી પોલીસ કેજરીવાલના નિવાસ્થાને પહોંચી હતી. બે PCR કોલ થયા હતા, જેમાં બીજા કોલમાં માલીવાલે કુમારનું નામ લીધું હતું. હવે માલીવાલ આ ઘટનાને લઈને સત્તાવાર દિલ્હીની સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવશે.
मुख्यमंत्री @ArvindKejriwal के कहने पर उनके पीए ने स्वाति मालीवाल से मारपीट की है, आप समझ सकते हैं कि दिल्ली का मुख्यमंत्री अपने घर पर बैठकर पहले मुख्य सचिव को पिटवाता है, अब महिलाओं को पिटवा रहा है।
कारण सिर्फ इतना है, स्वाति मालीवाल अपनी बातों को स्पष्ट रखने के लिए जानी जाती… pic.twitter.com/gPZQD0Kfdb
— BJP Delhi (@BJP4Delhi) May 13, 2024
ભાજપના દિલ્હીના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે આ ઘટના પર ટિપ્પણી કરતાં સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે સૂત્રોના જણાવ્યાનુસાર સવારે 9.15 કલાકે CM નિવાસસ્થાને મુખ્ય મંત્રીના એક સહયોગી અને એક વરિષ્ઠ મહિલા નેત્રીમાં મારપીટ થઈ હતી. અફવા ના ફેલાય તો સારું થશે, કેમ કે દિલ્હીના મુખ્ય મંત્રી એના પર સ્પષ્ટીકરણ આપે.
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ કન્ટ્રોલ રૂમની જિપ્સી ત્યાં પહોંચી તો સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું કે તેમની સાથે મારપીટ થઈ છે. જોકે તેમણે પોતાનું મેડિકલ કરાવવાથી ઇનકાર કરી દીધો હતો અને પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે તેઓ પછીથી આ બબાતે લેખિતમાં રિપોર્ટ આપશે.