ઝડપાયો આતંકી ષડયંત્રકારી કશ્મીરી વિદ્યાર્થી, પુલવામા જેવો હુમલો કરવાની ફિરાક…

પંજાબઃ જમ્મુ-કાશ્મીર પોલીસે બઠિંડાની સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ પંજાબથી એક કશ્મીરી સ્ટૂડન્ટને આતંકી ગતિવિધિઓમાં શામેલ હોવાના આરોપમાં ઝડપી પાડ્યો છે. હિલાલ અહમદ નામના આ છાત્ર પર આરોપ છે કે તે પુલવામા હુમલાની જેમ જ સીઆરપીએફ કાફલામાં ઘૂસીને બોંબ વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યો હતો.

પોલીસ અનુસાર હિલાલ 30 માર્ચ 2019ના રોજ જમ્મૂ-કાશ્મીરના બનિહાલમાં આત્મઘાતી કાર બોંબ હુમલાની યોજના બનાવવાના ષડયંત્ર શામેલ હતો. જો કે આ હુમલો નાકામ રહ્યો હતો. પુલવામા હુમલાની તર્જ પર હિલાલ અને તેના સાથીઓએ એક સેન્ટ્રો કારમાં વિસ્ફોટક ભરીને સીઆરપીએફ કાફલા પર હુમલાની યોજના બનાવી હતી. જો કે અંતિમ સમય પર સુરક્ષા કર્મચારીઓને જોઈને હિલાલ ડરી ગયો અને વિસ્ફોટકો ભરેલી કાર ત્યાં જ છોડીને ફરાર થઈ ગયો. હિલાલ બઠિંડા યૂનિવર્સિટીમાં એમએડનો વિદ્યાર્થી છે.

30 માર્ચના રોજ જ બનિહાલમાં પોલીસે આઈપીસીની કલમ, 307, 120, 120એ,121, 121એ અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ અને ગેરકાયદેસર ગતિવિધિઓ અધિનિયમ અંતર્ગત એફઆઈઆર નોંધાવવામાં આવી હતી. પોલીસ અનુસાર હિલાલ જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ અને ટેરર ફંડિંગમાં શામિલ છે. બઠિંડાના એસએસપી નાનક સિંહે હિલાલની ધરપકડ થઈ તે વાતની પુષ્ટિ કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]