કર્ણાટકના CM સિદ્ધારમૈયાની ખુરશી જોખમમાં?

બેંગલુરુઃ કર્ણાટકના CM સિદ્ધારમૈયા મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્યપાલ થાવર ચંદ ગહેલોતે તેમની પત્ની દ્વારા સરકારી જમીનની અનિયમિત ખરીદીમાં સિદ્ધારમૈયાની કથિત ભૂમિકા માટે કેસ ચલાવવા માટે આદેશ આપવાની તૈયારી કરી લીધી છે. CMની વિરુદ્ધ એ કેસ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ચલાવવામાં આવે એવી શક્યતા છે.

સામાજિક કાર્યકર્તા TJ અબ્રાહમે રાજ્યપાલને વિનંતી કરી છે કે CM સિદ્ધારમૈયાની ઉપર ભ્રષ્ટાચારનો કેસ ચલાવવામાં આવે. જોકે કેબિનેટે રાજ્યપાલને વિનંતી કરી છે કે એવું ના કરવામાં આવે. વિપક્ષ ભાજપ અને JDS કેસ ચલાવવા માટે દબાણ કરી રહી છે.CM સિદ્ધારમૈયા પર મુડામાં ભ્રષ્ટાચારની ફરિયાદો પણ છે. આરોપ છે કે CMએ મૈસુરમાં રહેણાક વિસ્તારમાં ગેરકાયદે રીતે 14 પ્લોટ હાંસલ કર્યા છે.

CM સિદ્ધારમૈયાની ઉપર કેસ ચલાવવાની માગને લઈને વિપક્ષ મૈસુરથી બેંગલુરુની વચ્ચે પદયાત્રા શરૂ કરી છે, જ્યારે ભાજપે વિરોધ-પ્રદર્શનથી લોકોનું ધ્યાન હટાવવા માટે કોંગ્રેસ છ દિવસની રેલી કરી રહી છે. CM સિદ્ધારમૈયાએ એને લઈને રાજ્યપાલની ઉપર હુમલો કરતાં કહ્યું હતું કે રાજ્યપાલ ભાજપના હાથનું રમકડું બનીને રહી ગયા છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો છે કે રાજ્યપાલ એક ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાના પ્રયાસ કરી રહી છે. CM અને તેમની પાર્ટી આ મામલે કાનૂની લડાઈ લડવાના મૂડમાં છે.ભાજપ- JDSએ બીજા દિવસે પણ CM પર હુમલો જારી રાખ્યો હતો, જ્યાર કોંગ્રેસના નેતાઓએ પોતાની રેલી દરમ્યાન JDS પ્રદેશાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી HD કુમારસ્વામી પર હુમલો કર્યો હતો.