કન્હૈયા કુમાર, જિજ્ઞેશ મેવાણી જોડાયા કોંગ્રેસમાં

નવી દિલ્હીઃ ભારતીય સામ્યવાદી પાર્ટી (સીપીઆઈ)ના ફાયરબ્રાન્ડ યુવા નેતા કન્હૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણી આજે અહીં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઈએનસી)માં જોડાઈ ગયા છે. બંને નેતા કોંગ્રેસમાં જોડાશે એવી ઘણા દિવસોથી અટકળો થતી હતી. આજે આ બંને યુવા નેતાઓ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. કન્હૈયા કુમાર અને મેવાણી અગાઉ નવી દિલ્હીમાં શહીદ-એ-આઝમ ભગતસિંહ પાર્કમાં રાહુલ ગાંધીને મળ્યા હતા.

કન્હૈયા કુમાર 2019માં લોકસભાની ચૂંટણી પૂર્વે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા હતા. મેવાણી ગુજરાતના વડગામ મતવિસ્તારમાંથી વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા છે.