‘બેસ્ટ’ની મહિલા-પ્રવાસીઓનો પ્રવાસ હવે વધારે સુરક્ષિત બનશે

મુંબઈઃ શહેરમાં ‘બેસ્ટ’ની બસમાં પ્રવાસ કરનાર મહિલા પ્રવાસીઓની સુરક્ષા માટે ‘બેસ્ટ’ વહીવટીતંત્રએ નવું પગલું ભર્યું છે.

‘બેસ્ટ’ની નવી મોબાઈલ ટિકિટ એપ્લિકેશનમાં મહિલાઓની સુરક્ષાને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. કોઈ ઈમર્જન્સીની સ્થિતિમાં આ એપમાંનું એક ખાસ એલાર્મ બટન દબાવતાં જ ‘બેસ્ટ’ અને મુંબઈ પોલીસના કન્ટ્રોલ રૂમને તેની જાણ થશે અને તરત જ સંબંધિત મહિલાની મદદે પહોંચવામાં આવશે. બસમાં જ હાજર ‘બેસ્ટ’ કર્મચારી કે નિકટમાં રહેલા પોલીસકર્મી તરત જ તેની મદદે પહોંચી જશે. આ સુવિધાને કારણે રાતના સમયે કે વહેલી સવારે બસમાં પ્રવાસ કરતી મહિલાઓને ઘણી રાહત થશે.

મહિલા પ્રવાસીઓ માટે આગામી મહિનાઓમાં બસ તેમજ બસની ફેરીઓની સંખ્યા વધારવામાં આવનાર છે. આ વર્ષના ડિસેમ્બરથી નવી મોબાઈલ ટિકિટ એપ સુવિધા શરૂ કરવામાં આવનાર છે. તેમાં ટિકિટ અને પાસ સુવિધા ઉપરાંત મહિલા પ્રવાસીઓની સુરક્ષા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે. પ્રવાસીઓને નવી એપ મારફત ઘેરબેઠાં બેસ્ટ બસની ટિકિટ કે પાસ મળી શકશે. બસમાં તેમણે એ ડિજિટલ ટિકિટ કન્ડક્ટરને બતાવવાની રહેશે.

(તસવીર સૌજન્યઃ BEST Bus Transport)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]