મુંબઈગરાઓ માટે ખુશખબરઃ મેટ્રો રેલવેની નવી બે લાઈન ડિસેમ્બરથી શરૂ થશે

મુંબઈઃ મેટ્રો રેલવેના નવા બે રૂટ ટૂંક સમયમાં જ શરૂ થવાના છે. આ બે લાઈન શરૂ થવાથી શહેરના પશ્ચિમના ઉપનગરોમાં રોડ ટ્રાફિક જામની સમસ્યા ઘણે અંશે ઓછી થઈ જશે. મુંબઈ મેટ્રોની ‘રેડ લાઈન’ – ‘મેટ્રો-7’ એટલે કે અંધેરી-પૂર્વથી દહિસર-પૂર્વ રૂટ અને ‘યેલો લાઈન’ – ‘મેટ્રો 2A’ એટલે કે ડીએન નગર (અંધેરી-પશ્ચિમ)થી દહિસર પૂર્વ રૂટ – આવતા ડિસેમ્બરથી જાહેર જનતા માટે શરૂ થવાના છે.

હાલ આ બંને મેટ્રો લાઈન પર ટ્રાયલ રન ચાલુ છે. ‘મેટ્રો-7’ અને ‘મેટ્રો 2A’ બે તબક્કામાં શરૂ કરવામાં આવશે. પહેલો તબક્કો આવતા ડિસેમ્બરમાં શરૂ કરાશે અને બીજો તબક્કો 2022ના જાન્યુઆરીમાં શરૂ કરવાની ધારણા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]